- આરોગ્ય વિભાગ, પ્રાંત કચેરી, મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી..
ઉનાના દેલવાડાના PHC આશાવર્કર બહેનોની લાંબા સમયથી પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે લડત આપી રહી છે. જો કે છેવટે તેમની માંગણીઓનો ઉકેલ નહી આવતા અને છેલ્લા ૫ માસથી પગાર ચુકવવામાં આવેલ ન હોય જેની માંગ સાથે નિમુબેન મારૂ, ગીતાબેન બાંભણીયા, આશાબેન સોલંકી, હંશાબેન રાઠોડ તેમજ વિધવા મહીલાઓ સહીતની મોટી સંખ્યામાં મહીલાઓ દ્રારા પ્રધાનમંત્રી મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ઉના પ્રાંત કચેરી, મામલતદાર તેમજ ઉના આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી..
દેલવાડા PHC કેન્દ્ર હેઠળ કામગીરી કરતા આશા વર્કર બહેનો દ્બારા વિવિધ પ્રશ્નો જેવા કે પગાર નિયમિત થતાં નથી. દર ત્રણથી ચાર મહિને પગાર ચૂકવવામાં આવે છે. કોરોનાની મહામારીમાં કામગીરી કરેલ તેનું ઇન્સેટિવ રૂ. 1,000 મળ્યું નથી. જે સપ્ટેમ્બર 2021 થી આજ સુધી બાકી હોય અને આશા બહેનોને સાંજે પાંચ વાગ્યા સુધી કામ કરાવવામાં આવે છે. અને ફેસીલીટેટડને મહિનાની 20 દિવસ ટુર છે અને રૂ. 6,000 મળવા પાત્ર હોય તે મળતુ નથી. ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવામાં આવે તથા વાઉચર પ્રથા સાથે કર્મચારી તરીકે ફિક્સ પગાર નક્કી કરવામાં આવે, તેમજ વધારાની કામગીરી કરાવવામાં આવતી હોય તેનો પગાર પણ આપવામાં આવતો નથી. ફેસીલીટેડથી માંડી તમામ ઉપરી અધિકારી અલગ અલગ કામગીરી સોપવામાં આવતી હોય જેથી આટલા ટૂંકા વાઉચર પ્રથમ હવે પોસાતું નથી હવેથી જે વેતન મળશે તેજ કામ કરવામાં આવશે. તેવી આ વિવિધ પ્રશ્નો બાબતની માંગ સાથે આશાવર્કર બહેનો તા. 12 ઓગષ્ટ ૨૦૨૨ થી માંગણીઓ સંતોષાશે નહી ત્યાં સુધી તમામ આશા વર્કર બહેનો હડતાલ પર ઉતરી ગયાં હતાં..
બેંકમાં આવેલ ગ્રાન્ટ પરત લઇ લેતા બે માસના પગાર થયા નથી…હેલ્થ ઓફીસર..
ઊના બ્લોક હેલ્થ ઓફીસર વિપુલ ડુમાતરએ જણાવેલ કે ચાર મહીનાનો નહી પરંતુ ૨ મહીનાનો પગાર બાકી છે. અને સરકાર દ્વારા કોમન બેંક એકાઉન્ટમાં ગ્રાન્ટ આપેલી હતી તે પરત લીધેલ છે જેના કારણે એક-બે PHC કેન્દ્રના પગાર થવાના રહી ગયા છે તેવું જણાવેલ હતું…
