Election/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ જ ઉમેદવારને આપ્યો વોટ, ચોથો મત કેમ રાખ્યો બાકી..?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચોથો મત કેમ રાખ્યો બાકી..?

Gujarat Others Trending

ગુજરાતમાં રાજ્યમાં આજે 6 મહાનગર પાલિકા માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના પરિવાર સાથે પોતાનામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને આજે અમદાવાદના નારાયણ પુરા વોર્ડ નંબર ૯માં મતદાન કર્યું હતું.

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10.20 કલાકની આસપાસ મત આપવા પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં પત્ની સોનલબેન શાહ સાથે નારણપુરા સબઝોનલ કચેરી ખાતે મતદાન કર્યું છે. અમિત શાહ નારણપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.અમિત શાહની સાથે પાટીદાર આગેવાન અને રાજ્યસભાના સભ્ય નરહરી અમીન પણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહ સાથે અમદાવાદ સહિતના નેતા પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

#votting / મતનુ દાન કરજો, વેંચાણ નહી, વિચારો_અને_વોટ_કરો : વિપક્ષ નેતા પરેશ ધાનાણી

જો કે અમિત શાહે માત્ર ૩ જ ઉમેદવારોને મત આપ્યા છે. ત્યારે ચોથા ઉમેદવારને કેમ નહી..? જીહા નારણપુરામાં  ભાજપના ચોથા ઉમેદવારને અમિત શાહે મત આપ્યો નથી. બ્રિન્દા સુરતીને અમિત શાહે મત આપ્યો નથી.

Election / જાણો ગુજરાતમાં ભાજપના કયા બે દિગ્ગજ નેતાઓ નહિ કરે મતદાન..?

ઉલ્લેખનીય છે કે, નારણપુરા ભાજપના ચોથા ઉમેદવાર બ્રિન્દ્રા સુરતી ચૂંટણી પહેલા જ વિજેતા બની ગયા હતા. નારણપુરા OBC પછાતવર્ગમાં માત્ર ભાજપ અને કોંગ્રેસના બે જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવલે ફોર્મ પાછું ખેંચ્યું હતું.અને  કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેચતા બ્રિન્દા  સુરતી બિનહરીફ ચૂંટાયાં છે તેથી અહીંયા ત્રણ સભ્યોને ચૂંટવા માટે મતદાન યોજાયું છે. અને માટે જ અમિત ભાઈએ ત્રણ જ વોટ નાખ્યા છે.