આ વર્ષે વટ સાવિત્રી વ્રતનો તહેવાર 10 જૂન 2021 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. વટ સાવિત્રી અમાવસ્યાના દિવસે સાવિત્રીએ યમરાજથી તેમના પતિ સત્યવાનનો જીવ બચાવ્યો. વટ સાવિત્રી અમાવસ્યા એ હિંદુ ધર્મમાં સૌભાગ્યવતી મહિલાઓનો મહત્વપૂર્ણ તહેવાર છે.
એવું માનવામાં આવે છે કે વટ સાવિત્રી વ્રત કરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે. પતિને લાંબુ જીવન મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. પુરાણો અનુસાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વડલાના વૃક્ષમાં વાસ છે. આ ઉપવાસમાં, વડલાના ઝાડની ફરતે સૌભાગ્યશાળી મહિલાઓ રક્ષણાત્મક દોરો બાંધે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

વટ સાવિત્રી વ્રતમાં, ‘વટ’ અને ‘સાવિત્રી’ બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડલાના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. આ વ્રત તમામ પ્રકારની સ્ત્રીઓ એટલે કે કુમારિકાઓ, વિવાહિત સ્ત્રીઓ, પુત્રીઓ, પુત્રો, વિધવાઓ વગેરે દ્વારા કરવામાં આવે છે. અખંડ સૌભાગ્યવતી રહેવાની ઈચ્છા સાથે મહિલાઓ આ વ્રત રાખે છે. આ દિવસે વડલાના ઝાડની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ વટ સાવિત્રીના વ્રત ની પૂજાવિધિ અને વાર્તા
પૂજા વિધિ –
સવારે ઘરની સફાઈ કર્યા પછી, રોજિંદા કામમાંથી નિવૃત્ત થયા પછી સ્નાન કરો.
તે પછી આખા ઘરમાં પવિત્ર જળનો છંટકાવ કરવો.
* આ પછી વાંસની ટોપલીમાં સાત જાતના ધાન્ય ભરીને બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરો.
* બ્રહ્માની ડાબી બાજુ સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો.
તેવી જ રીતે, બીજી ટોપલીમાં, સત્યવાન અને સાવિત્રીની મૂર્તિઓ સ્થાપિત કરો. આ ટોપલીને વડના ઝાડ નીચે લઇ જઇને રાખો.

આ પૂજા પછી બ્રહ્મા અને સાવિત્રીની પૂજા કરો.
હવે નીચે આપેલા શ્લોકમાંથી સાવિત્રીને અર્ઘ્ય અર્પણ કરો-
अवैधव्यं च सौभाग्यं देहि त्वं मम सुव्रते।
पुत्रान् पौत्रांश्च सौख्यं च गृहाणार्घ्यं नमोऽस्तुते।।
તે પછી, સાવિત્રી અને સત્યવાનની પૂજા કર્યા પછી વડલાના મૂળમાં જળ ચઢાવો.
આ પછી, નીચેની શ્લોક સાથે વડના ઝાડને પ્રાર્થના કરો-
यथा शाखाप्रशाखाभिर्वृद्धोऽसि त्वं महीतले।
तथा पुत्रैश्च पौत्रैश्च सम्पन्नं कुरु मा सदा।।
પૂજામાં પાણી, મોલી, રોલી, કાચો સુતરનો દોરો, પલાળેલા કાચા ચણા, ફૂલો અને ધૂપ વાપરો.
* વડના ઝાડને પાણી ચઢાવો અને અને તેના થડની આસપાસ કાચો દોરો લપેટીને તેની ૩ વાર પરિક્રમા કરો.
* વડના પાનના ઘરેણા બનાવી પહેરો અને વટ સાવિત્રીની કથા સાંભળો
* પલાળેલા ચણાને બહાર કાઢી તેમાં રોકડા સિક્કા મીકો અને સાસુ ને પગે લાગો.
* જો સાસુ ન હોય તો બાયના બનાવીને તેણી પાસે લાવો.
* પૂજાના અંતે બ્રાહ્મણોને વાંસના વાસણોમાં રાખીને કપડાં અને ફળો વગેરેનું દાન કરો.
પુજાના અંતમાં સંકલ્પ લઇ ઉપવાસ રાખો
मम वैधव्यादिसकलदोषपरिहारार्थं ब्रह्मसावित्रीप्रीत्यर्थं
सत्यवत्सावित्रीप्रीत्यर्थं च वटसावित्रीव्रतमहं करिष्ये।।

* આ વડલાના ઝાડ નીચે સાવિત્રી-સત્યવાનની કથા સાંભળવાથી વ્યક્તિને ઇચ્છિત પરિણામ મળે છે.
આ વર્ષે અમાવસ્યા તિથિ જુન 01:57 થી 09 જૂનથી શરૂ થશે અને 10 જૂને બપોરે 04:20 સુધી ચાલશે. પારણા – 11 જૂન 2021 દિવસ શુક્રવાર.

સાવિત્રી અને સત્યવાનની કથા-
પૌરાણિક, અધિકૃત અને લોકપ્રિય વટ સાવિત્રી ઉપવાસની કથા અનુસાર, સાવિત્રીનો પતિ અલ્પજીવી હતો, તે જ સમયે દેવ રૂષિ નારદ આવ્યા અને સાવિત્રીને કહેવા લાગ્યા કે તમારા પતિ અલ્પજીવી છે. તમે બીજુ વર માંગો . પરંતુ સાવિત્રીએ કહ્યું – હું એક હિન્દુ સ્ત્રી છું, હું મારા પતિને ફક્ત એક જ વાર પસંદ કરું છું. તે જ સમયે, સત્યવાનના માથામાં ઘણું દુખાવો થવા લાગ્યો.
સાવિત્રીએ તેના પતિનું માથું પોતાના ખોળામાં રાખીને વડના ઝાડ નીચે સુવડાવી દીધો. ત્યારે તેણીએ જોયું કે, યમરાજ ઘણા યમદૂત લઈને આવ્યા છે. સત્યવાનની આત્માને દક્ષિણ તરફ લઈ જઈ રહ્યા છે. આ જોઈને સાવિત્રી પણ યમરાજને અનુસરે છે.
તેમને આવતા જોઈને યમરાજે કહ્યું – હે સદાચારી સ્ત્રી! પત્ની પૃથ્વી સુધી પતિનો સાથ આપે છે. હવે તમે પાછા જાઓ. ત્યારે સાવિત્રીએ કહ્યું – જ્યાં મારા પતિ ત્યાં હું. આ મારો પત્ની ધર્મ છે. સાવિત્રીના મોંમાંથી આ જવાબ સાંભળીને યમરાજ ખૂબ પ્રસન્ન થયા. તેણે સાવિત્રીને વરદાન માંગવા કહ્યું. અને કહ્યું – હું તમને ત્રણ વરદાન આપીશ. તું કોઈ પણ ત્રણ વરદાન મારી પાસે માંગી શકે છે.
પછી સાવિત્રીએ તેની સાસુ માટે આંખની રોશની, તેના સસરાનું ગુમાવેલું રાજ્ય, અને તેના પતિ સત્યવાનના સો પુત્રોની માતા બનવા માટે વરદાન માંગ્યું. સાવિત્રીના આ ત્રણ વરદાન સાંભળ્યા પછી, યમરાજે તેણીને આશીર્વાદ આપ્યા અને તથાસ્તુ કહ્યું.
સાવિત્રી ફરી એ જ વટવૃક્ષ પર પરત આવે છે. જ્યાં સત્યવાન મૃત હાલતમાં હતો. સત્યવાનની મૃત શરીરમાં ફરી સંચાર થવા માંડે છે. આ રીતે, સાવિત્રી પોતાના ઉપવાસની અસરને કારણે માત્ર તેના પતિને ફરીથી જીવિત કરી શકે છે. સાથે તેના સાસુની આંખીની રોશ્નીઅને સસરાનું ગુમાવેલું રાજ્ય પણ પાછુ મેળવી આપવામાં સહાયભૂત થાય છે.
વાર્તાનો ભાવાર્થ એ છે કે નિષ્ઠાવાન મહિલાઓ તેમના પતિને તમામ દુખ અને વેદનાથી દૂર રાખવામાં સક્ષમ છે. જેમ સવિત્રીએ સત્યની શક્તિથી પોતાના પતિ સત્યવાનને યમરાજાના બંધનમાંથી મુક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેને ગુમાવેલ રાજ્ય અને સાસુ આંખો અને સસરાનું ગુમાવેલું રાજ્ય્ય પાછુ અપાવ્યું હતું.
