Finland PM Liquor Party: ફિનલેન્ડના ગ્લેમરસ વડાપ્રધાન સન્ના મારિન વાયરલ વીડિયોમાં ડાન્સ કરતી જોવા મળી રહ્યાં છે. તે તેના સેલિબ્રિટી મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 36 વર્ષના મારિન વીડિયોમાં ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. આ વીડિયો એક ઘરનો દેખાઈ રહ્યો છે, જે મોબાઈલ ફોનથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. આમાં બધા જ જોશથી ડાન્સ કરતા જોવા મળે છે.
A viral video shows Finnish PM #SanaMarin celebrating an evening with her friends.
It is noteworthy that the 36-year-old Marin, considered the youngest PM in #Finland’s history, was previously criticised for spending a lot of her time at parties, festivals and nightclubs pic.twitter.com/9zQ3nJvMgj
— Khaled Iskef (@khalediskef) August 18, 2022
આ વીડિયોના કારણે તેને વિપક્ષી દળોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક નેતાએ તેમના માટે ડ્રગ ટેસ્ટની પણ માંગ કરી છે. મારિને ડ્રગ્સ લેવાનો ઇનકાર કરતા કહ્યું કે તેણી માત્ર દારૂ પીધો હતો અને મિત્રો સાથે ડાન્સ કર્યો હતો, તેમાં કંઈ ખોટું નથી. આમાં છુપાવવા જેવું કંઈ નથી. તમને જણાવી દઈએ કે દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન ઘણીવાર પાર્ટી કરતા રહે છે. તેણી ઘણીવાર સંગીત ઉત્સવોમાં ફોટોગ્રાફ કરે છે. ગયા વર્ષે કોવિડ-19 કેસના નજીકના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ક્લબમાં જવા બદલ માફી માંગી હતી.
ગયા અઠવાડિયે જ જર્મન સમાચાર આઉટલેટ બિલ્ડે મારિનને “વિશ્વના શાનદાર વડા પ્રધાન” ગણાવ્યા. ગુરુવારે વીડિયો પર ટિપ્પણી કરતાં, તેમણીએ કહ્યું કે તેણી જાણતી હતી કે તેણીને ફિલ્માવવામાં આવી રહી છે, પરંતુ વીડિયો સાર્વજનિક થઈ ગયો હોવાથી તે નારાજ છે. તેણીએ સ્પષ્ટતા કરી અને કહ્યું, મેં નાચ્યું, ગાયું અને તે સંપૂર્ણપણે કાયદેસર છે અને હું ક્યારેય એવી પરિસ્થિતિમાં નહોતી કે મેં અન્ય લોકોને ડ્રગ્સનો ઉપયોગ કરતા જોયા હોય.
આ પણ વાંચો: Bengal SSC scam/ પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને નથી મળી રાહત, જ્યુડિશિયલ કસ્ટડી 31 ઓગસ્ટ સુધી લંબાવી
આ પણ વાંચો: હેલ્થ અપડેટ/ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી બગડી, બ્રેઈન ડેડ હાલતમાં, હાર્ટમાં પણ…
આ પણ વાંચો: Cricket/ વિરાટ કોહલીએ આ મોટા ખુલાસાથી સનસનાટી, કહ્યું – હું એકલતા અનુભવી રહ્યો છું
