આજે ફ્રેન્ડશીપ ડે, મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સારીખો હોય દુઃખ માં હંમેશા સાથે આપે, કૃષ્ણ અને સુદામા ની મિત્રતા ને ઇતિહાસ માં આજે પણ યાદ કરવા માં આવે છે, આવીજ એક મિત્રતા છે જેતપુર ના મિત્ર ની એક મિત્ર એ ફાની દુનિયામાંથી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાન ની જેમ પૂજે છે કોણ છે આ મિત્રો જોઈ એ
જેતપુરના સ્મશાનમાં અનેક મૂર્તિ ઓ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે. અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે. એ વ્યક્તિ છે જેતપુર ના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ નો રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાન માં આવે અને એક મૂર્તિ પાસે જઈ ને તેની પૂજા કરે.

ચંદુભાઈ જે મૂર્તિ ની પૂજા કરે છે તે કોઈ ભગવાન ની મૂર્તિ નથી પરંતુ તે છે ચંદુભાઈ ના પરમ મિત્ર અપ્પુ જોગરણા. અપ્પુ ભાઈ અને ચંદુભાઈ બંને બાળપણ ના મિત્રો છે. અને બન્ને જીગર જાન મિત્રો હતા. બન્ને એક બીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા. બન્ને મૂળ ભાવનગરના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા.

એક વખત અપ્પુભાઈનું એક્સીડેન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પોહોચે તે પહેલાં જ અપ્પુભાઈએ આ દુનિયા છોડી દીધી હતી. ચંદુભાઈને કોઈ જગ્યાએ ચેન પડે નહીં, અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે કોઈ મુશ્કેલી હોય કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈના અટકેલા કામ પુરા થાય. ચંદુભાઈને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહીને દરેક કામમાં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી. હમેશા પોતાના દિલમાં વસી ગયેલા અપ્પુ ને જીવંત રાખવા માટે ચંદુભાઈ એ કઈક કરવાનો વિચાર આવ્યો અને તેણે તેની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી. આજે પણ ચંદુભાઈ દિવસ ની શરૂઆત અને ઘરે થી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્ર ની પુજા કરી ને જ કરે છે.
રાજકારણ / હમ દો હમારે દો ની સરકારને હેપી ફ્રેન્ડશિપ ડેઃ રાહુલ ગાંધી
જમ્મુ કાશ્મીર / પથ્થરમારામાં શામેલ લોકો હવે નહીં જઈ શકે વિદેશ, સરકારી નોકરીઓ પણ નહીં મળે
ચંદુભાઈને રોજ સ્મશાનમાં એક મૂર્તિને દર્શન અને પૂજા કરતા જોઈ ને અનેક લોકો આના વિષે જાણે અને જ્યારે આ બન્ને ની મિત્રતા વિષે જાણી ને આફરીન પોકારી જાય અને બન્ને ની મિત્રતા માટે કોઈ શબ્દો કે શું કહેવું તે વિચાર કરવો પડે તેવી સ્થિતિ હોય છે ત્યારે લોકો પણ તેની મિત્રતા ને સલામ ભરે છે.
આજના કલિયુગ માં મતલબ જ મિત્રતા છે ત્યારે ચંદુભાઈ ની તેના મિત્ર માટે ની આસ્થા અને તેની મિત્રતા જોઈ ને કોઈ ને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે, આજ ના આ ફ્રેડશીપ દિવસે દરેક મિત્રો ને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છા ઓ.
