અરુસા આલમ/ કોણ છે અરુસા આલમ? જેના લીધે કેપ્ટન અમરિંદર અને પંજાબ સરકારના મંત્રીઓ વચ્ચે જામ્યો છે જંગ

અરુસા આલમને પોતાની માના કારણે સૈન્ય નેટર્વક વારસામાં મળ્યું છે. તે જયારે પત્રકાર બની ત્યારે પણ તેણીએ ડિફેન્સ રીપોર્ટીંગ કરવાનું નક્કી કર્યું હતું. તેના પર તમને પહેલેથી દ્રષ્ટિકોણ હતો.

World

પંજાબની રાજનીતિમાં કેપ્ટન અમરિંદરસિંહ ફરીથી સમચારોમાં છવાઈ ગયા છે. આ વખતે તેમની સાથે વધુ એક નામ ચર્ચામાં છે અને આ નામ છે તેમની પાકિસ્તાની મહિલા મિત્ર અરુસા આલમ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુખજીંદર સિંહ રંધવાએ એક નિવેદન આપીને સનસની મચાવી દીધી છે કે, અમરિંદર સિંહની મહિલા મિત્રના પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI સાથે કનેક્શન છે અને આ અંગે તપાસ કરાવવામાં આવશે.

પાકિસ્તાની સેના અધિકારીઓ સાથે અરુસા આલમની તસવીરો અંગે પૂછવા પર રંધાવાએ કહ્યું હતું કે, કેપ્ટન કહી રહ્યા છે કે પંજાબને ISI થી ખતરો છે જેના કારણે અમે ISI સાથે સંકળાયેલી અરુસા આલમના પણ સંબંધો અંગે તપાસ કરીશું.

કોણ છે અરુસા આલમ?

અરુસા આલમ એક પાકિસ્તાની રક્ષા પત્રકાર છે અને પંજાબના પટિયાલાના મહારાજા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહની વિશેષ અને નજીકની મિત્ર માનવામાં આવી રહી છે. તે ચંડીગઢમાં મુખ્યમંત્રી આવાસ પર નિયમિત આવતી રહેતી હોય છે પરંતુ પટિયાલા જતી નથી કારણે તેમના પરિવારને આ પસંદ નથી.

અરુસા આલમ અમરિંદરસિંહને મહારાજ સાહેબ કહીને સંબોધન કરે છે. વર્ષ 2017 માં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પણ VVIP સીટમાં અરુસા નજરે પડી હતી.

 ક્યારે થઇ પહેલી મુલાકાત ?

કેપ્ટન અમરિંદર સિંહ જયારે વર્ષ 2004માં પાકિસ્તાન પ્રવાસે ગયા હતા ત્યારે તેમની સાથે પહેલીવાર મુલાકાત થઇ હતી. પૂર્વ પત્રકાર, અરુસા સમાજવાદી નેતા અક્લીન અખ્તરની દીકરી છે, જેણે વર્ષ 1970માં પાકિસ્તાની રાજનીતિને પ્રભાવિત કરી હતી. અરુસાની માને સૈન્ય સંસ્થાઓની ખૂબ જ નજીક માનવામાં આવી રહી છે. એટલા નજીક કે જેમણે “રાની જનરલ”ની ઉપાધી મળી હતી.

અરુસા આલમને પોતાની માના કારણે સૈન્ય નેટર્વક વારસામાં મળ્યું છે. તે જયારે પત્રકાર બની ત્યારે પણ તેણીએ ડિફેન્સ રીપોર્ટીંગ કરવાનું નક્કી કર્યું હતું. તેના પર તમને પહેલેથી દ્રષ્ટિકોણ હતો. તેઓ ઓગસ્ટા-90 મરીન કરાર પર કરવામાં આવેલા રીપોર્ટીંગ માટે જાણીતી છે. જેના કારણે પાકિસ્તાનના તાત્કાલિક નૌ સેના પ્રમુખ મન્સૂરલ હકની ધરપકડ થઇ હતી.

અરુસા પરિણીત છે અને તેના બે બાળકો છે. તેણીને હંમેશા ભારતને જાણવામાં રસ રહ્યો છે અને તેણે હંમેશા કહ્યું છે કે, તે ભારતની યાત્રા કરવા માંગે છે. આલમ અને અમરિંદર સિંહ વચ્ચેના સંબંધોની ચર્ચા 2007 માં પ્રથમ વખત સામે આવી હતી, જ્યારે બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા. ત્યારે અરુસા આલમે સ્પષ્ટતા કરી હતી કે બંને માત્ર મિત્રો છે. અમરિંદર સિંહની જીવનકથા ‘કેપ્ટન અમરિંદર સિંહ: ધ પીપલ્સ મહારાજા’ના એક પ્રકરણમાં તેમની મિત્રતા કે સંબંધની ચર્ચા કરવામાં આવી છે. તે પ્રખ્યાત પત્રકાર ખુશવંત સિંહે લખ્યું છે.