Not Set/ અમદાવાદમાં એક યુવકનું દર્દનાક મોત, કારણ જાણીને તમે પણ ચકિત થઇ જશો

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા સલમાન નામના યુવકનો મિત્ર તેને બેહોશ હાલતમાં ઘરે લઈ આવ્યો હતો, જ્યાં તેણે કહ્યું હતું કે, સલમાન ડ્રગ્સ…

Ahmedabad Gujarat
અમદાવાદમાં

રાજ્યના સૌથી મોટા સીટી એવા અમદાવાદમાં દિનપ્રતિદિન ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે અને શહેરમાં પણ જાણે યુપી – બિહાર જેવું ગુંડારાજ આવી ગયું હોય એવું પ્રતિત થઇ રહ્યું છે, ત્યારે બીજી બાજુ અમદાવાદ સહિતની મોટી સિટીમાં યુવાઓ ડ્રગ્સના રવાડે ચઢ્યુ છે અને ત્યારબાદ આ મેળવવા માટે યુવકો એવા કામ કરી રહ્યા છે અને ક્રાઈમની ઘટનાઓ સામે આવી છે, જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

આ પણ વાંચો : કચ્છના આ વ્યક્તિએ બિલાડીઓ માટે ખોલ્યું કેટ ગાર્ડન, વિશેષતાઓ જોઇને તમે પણ કહેશો…

આ જ પ્રકારે અમદાવાદમાં આવેલ જુહાપુરા વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં સલમાન નામનો યુવક એક કચરા પેટી પાસે મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, તેના ગુપ્ત ભાગમાં કોઈએ ફેવિક્વિક નાંખી હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આવેલ જુહાપુરા વિસ્તારમાં રહેતા સલમાન નામના યુવકનો મિત્ર તેને બેહોશ હાલતમાં ઘરે લઈ આવ્યો હતો, જ્યાં તેણે કહ્યું હતું કે, સલમાન ડ્રગ્સ લીધુ છે, નશો ઉતરશે એટલે સારો થઈ જશે. દીકરાના સાજા થવાની રાહ જોઈ રહેલા માતાપિતા કંઈ સમજે તે પહેલા તો સલમાનનુ મોત નિપજ્યુ હતું. ત્યારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો :રાજય માં આવતીકાલે ગુજકેટનું પરિણામ જાહેર થશે

બીજી બાજુ આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી અને ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવામાં આવ્યો હતો. જ્યારે તેનો મિત્ર તેને ઘરે લઈને આવ્યો હતો અને તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લાગેલી હોવાથી તેને પેશાબ પણ થતો ન હતો. સવારે ઊલટીઓ થતા પરિવાર તેને સોલા સિવિલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું.

આ મામલે હવે પોલીસે તપાસ માટે એફએસએલની મદદ લીધી છે અને સાથે જ પોલીસે સલમાનના ગુપ્ત ભાગે ફેવિક્વિક કોણે લગાવ્યું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને વઢવાણમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગી પૂર્વક તાજીયા પડમાં લાવવામાં

આ પણ વાંચો :રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેના મોત થયા

આ પણ વાંચો :  રાજય માં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ કેસો નોંધાયા