કચ્છ જિલ્લાના રહેવાસી ઉપેન્દ્ર ગોસ્વામીએ 500 ચોરસ યાર્ડના વિસ્તારમાં ફેલાયેલ ‘કેટ ગાર્ડન’ નામની બિલાડીઓ માટે ઘર બનાવ્યું છે. ગાંધીધામ શહેરમાં રહેતા ગોસ્વામીએ વર્ષ 2017 માં ‘કેટ ગાર્ડન’ની સ્થાપના કરી હતી. જેમાં હવે 200 થી વધુ બિલાડીઓ છે. તેણે કહ્યું કે મેં બિલાડીનું ઘર મારી સ્વર્ગસ્થ બહેનને સમર્પિત કર્યું છે, જેનું 1994 માં અવસાન થયું હતું.
આ પણ વાંચો :બોર્ડ દ્વારા GUJCETનું પરિણામ કરાયું જાહેર, A ગ્રુપમાં 474 વિદ્યાર્થીઓએ મેળવ્યા 99 પર્સેન્ટાઇલ
હકીકતમાં, ઉપેન્દ્ર ગોસ્વામી કહે છે કે અમે કેટ હાઉસને અમારા પરિવારનો એક ભાગ માનીએ છીએ. અમે કેટલીક સુવિધાઓ સાથે 16 કોટેજ પણ બનાવ્યા છે. તેણે કહ્યું કે બગીચામાં બિલાડીઓ માટે ખાસ મકાનમાં 10 કોટેજ, 50 બેઠક સ્ટેન્ડ, ઝૂલા ઉપરાંત પ્રસૂતિ સુવિધા છે. ગોસ્વામીએ કહ્યું કે અમે ટીવી સેટ પણ લગાવ્યો છે કારણ કે કેટલીક બિલાડીઓને કાર્ટૂન જોવાની ટેવ હોય છે. બિલાડીઓને ખાસ તૈયાર કરેલું ભોજન આપવા ઉપરાંત દંપતી દરરોજ 26 લિટર દૂધ પીવડાવે છે. બગીચામાં 200 બિલાડીઓ છે અને તેને જાહેરમાં જોવા માટે પણ ખુલ્લી મુકવામાં આવી છે.
Gujarat: A Kutch-based man, Upendra Goswami established a home for cats named 'Cat garden' spread in 500 sq yard area
"It was established in 2017. Now we've over 200 cats here. We treat them as part of our family. We've made 16 cottages with some other facilities," he said pic.twitter.com/z0nZ8IqBKt
— ANI (@ANI) August 20, 2021
આ પણ વાંચો :સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને વઢવાણમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગી પૂર્વક તાજીયા પડમાં લાવવામાં
તેમણે કહ્યું કે બિલાડીઓ માટે નિયમિત પશુ ચિકિત્સા કરવામાં આવે છે અને અમદાવાદ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમને તેમના પ્રયાસમાં મદદ કરે છે. બિલાડીના ઘરની જાળવણી માટે જરૂરી 1.5 લાખ રૂપિયાના ખર્ચનો 90% દંપતી પોતે ભોગવે છે. આને કહેવાય સાચા પશુ પ્રેમી. કહેવત છેને કે માનવી માનવ થાય તો સારુ જે ખરેખર આ ગુજરાતીએ સાબિત કરી છે.

આ પણ વાંચો :કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર નોધાયું
ગોસ્વામીની પત્ની એક શાળાની આચાર્ય છે અને બિલાડીના ઘરની સંભાળ રાખવામાં પણ તેના પતિને મદદ કરે છે. બિલાડીના ઘરની જાળવણી માટે જરૂરી 1.5 લાખ રૂપિયાના ખર્ચનો 90% દંપતી પોતે ભોગવે છે. ગોસ્વામીએ દર રવિવારે ચાર કલાક માટે મુલાકાતીઓ માટે કેટ ગાર્ડન ખોલે છે.

આ પણ વાંચો :સમગ્ર ગુજરાત માં રવિવારે રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે
ગોસ્વામીજી પોતાની બહેનનો જન્મદિવસની ઉજવણી કરે છે, એકવાર થયુ એવુ કે, તેમના બહેનના મૃત્યુ બાદ એક બિલાડી ઘરમાં આવી ગઇ અને પછી કેક ખાઇ ગઇ, તે બિલાડી ત્યારથી જ ગોસ્વામી સાથે ઘરમાં જ રહે છે, પરિવાર બિલાડીને ઘરની સભ્યની જેમ રાખે છે, તે 1994 થી ઘરમાં બિલાડીઓ રાખી રહ્યાં છે, પણ ઘર 2017 માં બનાવ્યું.
આ પણ વાંચો :રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બેના મોત થયા
