Ahmedabad News : અમદાવાદ(Ahmedabad)ના પોસ્ટમાસ્ટરે જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગ(IPD)ની પમાય સ્ટેમ્પથ સેવા અંતર્ગત લોકોના જીવનના સુંદર પળોને સુંદર રીતે ટપાલ ટિકિટ પર સ્થાન આપવું શક્ય છે. આ પળોને ટપાલ ટિકિટો દ્વારા હંમેશાં માટે યાદગાર બનાવવું પણ શક્ય છે. અમદાવાદ જી.પી.ઓ (GPO) સહિતની તમામ હેડ પોસ્ટ ઓફિસમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, 5 રૂપિયાની ટપાલ ટિકિટ પર નવજાત શિશુ, બર્થડે બોય અથવા બર્થડે ગર્લ, નવવિવાહિત યુગલની સુંદર તસ્વીરો, એનિવર્સરીના ઉજવણીઓથી લઈને નિવૃત્તિ સુધીના પળોને માય સ્ટેમ્પ(My Stamp) દ્વારા સજાવી શકાય છે. આ ટપાલ ટિકિટને દેશભરમાં કોઈપણ પત્રના આદાનપ્રદાન માટે ઉપયોગમાં લઈ શકાય છે. માત્ર ₹300ના ખર્ચમાં 12 ટપાલ ટિકિટોની એક શીટ બનાવી શકાય છે. હેપ્પી બર્થડે, હેપ્પી મેરેજ, હેપ્પી એનિવર્સરી અને હેપ્પી રિટાયરમેન્ટની થીમ પર માય સ્ટેમ્પ(My Stamp) ની સીટ ઉપલબ્ધ છે. આજની યુવા પેઢી સેલ્ફીની દીવાની છે. આ સેલ્ફી પર પણ ‘માય સ્ટેમ્પ’(My Stamp) ના માધ્યમથી ટપાલ ટિકિટ જારી કરી શકાય છે.
માય સ્ટેમ્પ(My Stamp)ને એક સુંદર ભેટ તરીકે પણ આપી શકાય છે. જો તમે કોઈને આદર સમ્માન આપો છો, તો પર્સનલાઈઝ્ડ માય સ્ટેમ્પ(My Stamp) દ્વારા આ આદર સમ્માન દર્શાવી પણ શકો છો. પર્સનલાઈઝ્ડ કરેલ માય સ્ટેમ્પ(My Stamp) પહેલ ખરીદદારોને સ્ટેમ્પ શીટમાં તેમના પોતાના ફોટોગ્રાફ્સ(Photographs) અથવા લોગો(Logo) ઉમેરવાની મંજૂરી આપે છે, જે યાદગાર પ્રસંગો/ઇવેન્ટ્સ સાથે વ્યક્તિગત જોડાણ માટે સરળતા બનાવે છે.
આ પણ વાંચો: ડ્રોન દ્વારા પાર્સલની સફળ ડિલિવરી, ટપાલ વિભાગે 25 મિનિટમાં 47KM દૂર માલ પહોંચાડ્યો
આ પણ વાંચો: પોસ્ટ વિભાગની પહેલ, સેવામાં મુશ્કેલી મામલે કરી શકાશે ફરિયાદ
આ પણ વાંચો: પોસ્ટલ વિભાગનો ઐતિહાસીક છબરડો, માફિયા છોટા રાજન-મુન્ના બજરંગીની ટપાલ ટિકિટ જારી કરી