india post/ પોસ્ટ વિભાગની પહેલ, સેવામાં મુશ્કેલી મામલે કરી શકાશે ફરિયાદ

પોસ્ટ વિભાગ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી. જે અંતર્ગત સેવામાં પડતી મુશ્કેલીઓને લઈને ગ્રાહકો ચોક્કસ સ્થાન પર ફરિયાદ કરી શકશે.

Top Stories India Breaking News

Post Office: પોસ્ટ વિભાગ (Post Department) દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી. જે અંતર્ગત સેવામાં પડતી મુશ્કેલીઓને લઈને ગ્રાહકો (Customer) ચોક્કસ સ્થાન પર ફરિયાદ કરી શકશે. પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવા (Service)ને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો. ડિજીટલાઈઝેશનના આ યુગમાં, પોસ્ટ વિભાગ સાથે સંબંધિત વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે નીચેના માધ્યમનો ઉપયોગ કરી શકાય છે.

India Post GDS Recruitment 2024: Job Responsibilities, Pay Packages, Employment Benefits and More - Times of India

1. રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ માટે વેબસાઈટ લિંક દ્વારા ફરિયાદની નોંધણી
https://www.indiapost.gov.in/VAS/Pages/Complaint Registration.aspx

2. રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ માટે હેલ્પ લાઈન નંબર 18002666868 પર ફરિયાદ કરી શકાશે.
સિટિ ડિવિઝન, અમદાવાદ વહીવટી નિયંત્રણ હેઠળ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર પૂરી પાડવામાં આવતી બચત બેંક, ટપાલ સેવા (સ્પીડ/રજિસ્ટર્ડ), મની ઓર્ડર અને અન્ય તમામ સેવાઓ સંબંધિત ફરિયાદ ઉપરોક્ત પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે.

ડિજિટલ ઇન્ડિયા

નોંધનીય છે કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પોસ્ટ વિભાગનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોબાઈલ એપની મદદથી ટપાલ ક્યાં પહોંચી તેની મેળવવાની સાથે પોસ્ટ બેંક સહિત અન્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. 2016માં પોસ્ટ વિભાગે ગ્રાહકોને મદદરૂપ બનવા હેલ્પલાઈન નંબરની શરૂઆત કરી હતી. આ સુવિધા અંતર્ગત ગ્રાહકો ફક્ત એક ફોનથી પોસ્ટને લગતી માહિતી મેળવી શકે છે. હેલ્પ લાઈન નં. 1924 પર કોઈ પણ ગ્રાહક પોસ્ટને લગતી જરૂરી માહિતી મેળવી શકે છે.

ગ્રાહકોને સુવિધા આપવા નવી ભરતી

પોસ્ટ વિભાગમાં સેવાઓની ગ્રાહકોને સુવિધા મળી રહે માટે હવે નવા લોકોની ભરતી કરવામાં આવી રહી છે. આ વર્ષના જુલાઈ મહિનામાં નવા લોકોની ભરતી કરવા ભારતીય ટપાલ વિભાગે 44228 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હતી. ખાસ કરીને વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર (BPM) અને મદદનીશ શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકની ભરતી કરવાને લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: “જે ખાતો નથી એ પણ રાખે છે ખાતું” પીએમ મોદીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો કર્યો શુભારંભ

આ પણ વાંચો: સરકારના સંચાર મંત્રાલયનું મહત્વનું પગલું, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની થશે શરૂઆત

આ પણ વાંચો: PM મોદીના ભાષણમાં UCC ના ઉલ્લેખ પર વિપક્ષના નેતાઓના પ્રહાર, વિભાજનકારી ભાષણ