Bollywood/ ફિલ્મ રાવણ લીલાનું પોસ્ટર થયું રિલીઝ , જાણીલો તેમની તેમની રિલીઝ ડેટ

પ્રતીક ગાંધીની વેબ સિરીઝ ‘સ્કેમ 1992’એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ફિલ્મ સમીક્ષકો સુધી

Entertainment
Untitled 285 ફિલ્મ રાવણ લીલાનું પોસ્ટર થયું રિલીઝ , જાણીલો તેમની તેમની રિલીઝ ડેટ

વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં જબરદસ્ત અભિનય માટે પ્રશંસા મેળવનાર અભિનેતા પ્રતિક ગાંધી હવે બોલીવુડમાં પોતાનો દબદબો જમાવવા માટે તૈયાર છે. પેન સ્ટુડિયોએ પ્રતીકની બોલીવુડ ફિલ્મ ‘રાવણ લીલા’ની જાહેરાત કરી છે. આ ફિલ્મનો પ્રથમ લુક બહાર પાડવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશક હાર્દિક ગજ્જર કરવાના છે. આ ફિલ્મ આ વર્ષે 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એક લવ સ્ટોરી ડ્રામા છે.

 

પ્રતીક ગાંધીની વેબ સિરીઝ ‘સ્કેમ 1992’એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ફિલ્મ સમીક્ષકો સુધી બધાએ પ્રતિકના અભિનયની ઘણી પ્રશંસા કરી હતી. ‘રાવણ લીલા’માં પ્રતીક આ વખતે સંપૂર્ણપણે અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મના પોસ્ટરમાં પ્રતીક રોમેન્ટિક સ્ટાઇલમાં કૃષ્ણની વાંસળી વગાડતો જોવા મળે છે, જ્યારે રાવણ તેની પાછળ જોવા મળે છે. ફિલ્મની ટેગ લાઇન છે ‘રામમાં કેમ તે રાવણને જોયો.’

ફિલ્મની વાર્તાથી લઈને તેના બાકીના પાત્રો સુધીની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે જોવું રહ્યું કે પ્રતીકની જબરદસ્ત વેબ એન્ટ્રી બાદ તેની બોલિવૂડ એન્ટ્રી કેટલી પ્રશંસા મેળવી શકે છે.