પાવર ક્રાઈસીસ/ જુલાઈ-ઓગસ્ટમાં તમારી લાઈટસ થઇ શકે છે બંધ, જાણો શું કહે છે રિપોર્ટ?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વીજળીની માગ મામૂલી રીતે પણ વધે છે તો કોલસા સંકટના કારણે વીજળી સંકટ આવી શકે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં અગાઉથી કોલસો જમા કરવાની કોઈ વ્યવસ્થા નથી.

Top Stories Business
વીજળી

ભારતમાં આ વર્ષે માર્ચથી જ પડેલી અગન વર્ષા એટલેકે કાળઝાળ ગરમીને કારણે વીજળી ની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વખતે ભારતમાં વીજળી ની માંગ ઘણા વર્ષોના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. જો તમે પણ આકરી ગરમીના આ સમયમાં પાવર કટથી પરેશાન છો તો તમારા માટે કોઈ રાહતના સમાચાર નથી. કારણકે ભારતમાં વરસાદની મોસમ પહેલા, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક ઘટી ગયો છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોલોસાની ઘટના કારણે આગામી જુલાઈ-ઓગસ્ટમાં પાવર કટોકટી સર્જાઈ શકે છે.

સ્વતંત્ર સંશોધન સંસ્થા CREA એ આ માહિતી આપી છે કે,  હાલમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક 13.5 મિલિયન ટન છે. જો આપણે સમગ્ર દેશમાં થર્મલ પાવર પ્લાન્ટ્સની વાત કરીએ તો તે 20.7 મિલિયન ટન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ આંકડા થર્મલ પાવર પ્લાન્ટના સત્તાવાર સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વીજળીની માંગ મામૂલી રીતે પણ વધે છે તો કોલસા સંકટના કારણે વીજળી સંકટ આવી શકે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં અગાઉથી કોલસો જમા કરવાની કોઈ વ્યવસ્થા નથી.

આ બાબતે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વધુ જણાવતા કહ્યું છે કે, ઓગસ્ટમાં દેશમાં કોલસાની માંગ વધીને 214 ગીગાવોટ થઈ શકે છે. જો દેશમાં વીજળીની સરેરાશ માંગમાં થોડો પણ વધારો થાય તો દેશમાં વીજળી સંકટ આવી શકે છે. મે મહિનામાં દેશમાં વીજળીની માંગ 1.33 મિલિયન યુનિટ રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ચોમાસું શરૂ થયા પછી, કોલસાની ખાણકામ અને થર્મલ પાવર પ્લાન્ટ્સમાં પરિવહનને અસર થઈ શકે છે. દેશમાં વીજળીનું મોટું સંકટ આવી શકે છે. કોલસાના પરિવહન અને સંચાલન અંગે, ભૂતકાળમાં એવા અહેવાલો આવ્યા છે કે થર્મલ પાવર પ્લાન્ટ્સ વીજળીની વધતી જતી માગ અનુસાર તેને સંગ્રહિત કરવાનું આયોજન કરી રહ્યાં નથી. આ વલણ દર્શાવે છે કે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પૂરતો સ્ટોક નથી જ્યારે દેશમાં કોલસાના ખાણકામમાં કોઈ ઘટાડો થયો નથી.

123

આ પણ વાંચો : વિદેશમંત્રી બન્યા ગુજરાતના મહેમાન : આજથી બે દિવસમાં વિવિધ કાર્યક્રમોમાં જોડાશે