Video/ જામનગરમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના નામે કરાયો વીજકાપ

જામનગરમાં ચોમાસા પહેલા જ PGVCLના ધાંધીયા શરૂ થઈ ગયા છે. દરરોજ પ્રિ-મોન્સૂનની કામગીરીના નામે વીજકાપ કરાયો હતો. અલગ અલગ વિસ્તારોમાં આખો દિવસ વિજકાપ મૂકાયો હતો.

Videos
વીજકાપ

જામનગરમાં ચોમાસા પહેલા જ PGVCLના ધાંધીયા શરૂ થઈ ગયા છે. દરરોજ પ્રિ-મોન્સૂનની કામગીરીના નામે વીજકાપ કરાયો હતો. અલગ અલગ વિસ્તારોમાં આખો દિવસ વિજકાપ મૂકાયો હતો. વીજકાપ બાદ પણ વીજપુરવઠો ખોરવાયો હતો. ગઈકાલે આખો દિવસ વિજકાપ રહ્યો હતો. મોડી રાત્રિથી વીજળી ગુલ થઈ હતી.માત્ર મે મહિનામાં જ 11 હજારથી વધુ ચોરી કરતા કનેક્શન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મે મહિના દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન આશરે કુલ રૂ. 26.08 કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવી હતી. આ ચેકિંગમાં 85,265 વીજ કનેક્શનોની ચકાસણી પણ કરવામાં આવી હતી, જેમાંથી કુલ 10858 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી એટલેકે દર 100માંથી 13 જોડાણમાં ગેરરીતિ મળી . મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છના લગભગ તમામ જીલ્લાઓમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો:કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટથી થાય છે મંકીપોક્સ? નિષ્ણાંતોએ જણાવ્યું કે…

આ પણ વાંચો:નુપુર શર્માની જીભ કાપનારને 1 કરોડનું ઈનામ, ભીમ આર્મીની જાહેરાત

આ પણ વાંચો:ભાજપ સરકારનો વિકાસનો વાઘ બેરોજગારીનો બિલાડો સાબીત થયો : આપ