Business/ લોન્ચ થવા જઇ રહી છે દમદાર SUV Alcazar,જુઓ તેની બાહ્ય ડિઝાઇન અને ફીચર્સ

ગયા મહિને હ્યુન્ડાઇએ તેની આગામી સેવન સીટર એસયુવી એલકાઝર (SUV Alcazar)ની જાહેરાત કરી હતી. આ વાહન ફક્ત ભારતમાં લોન્ચ કરવામાં આવશે. એલકાઝર મધ્ય- સાઇઝની એસયુવી પર આધારિત હશે જે ક્રેટા કરતા થોડી મોટી હશે, તેની ત્રીજી રો સીટિંગ પણ થોડી મોટી હશે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાહન એપ્રિલ મહિનાના […]

Business
alcazar લોન્ચ થવા જઇ રહી છે દમદાર SUV Alcazar,જુઓ તેની બાહ્ય ડિઝાઇન અને ફીચર્સ

ગયા મહિને હ્યુન્ડાઇએ તેની આગામી સેવન સીટર એસયુવી એલકાઝર (SUV Alcazar)ની જાહેરાત કરી હતી. આ વાહન ફક્ત ભારતમાં લોન્ચ કરવામાં આવશે. એલકાઝર મધ્ય- સાઇઝની એસયુવી પર આધારિત હશે જે ક્રેટા કરતા થોડી મોટી હશે, તેની ત્રીજી રો સીટિંગ પણ થોડી મોટી હશે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાહન એપ્રિલ મહિનાના લોન્ચ કરી શકાશે. છેલ્લા કેટલાક મહિનાથી આ વાહનની તસવીર સામે રહી છે.

Hyundai ALCAZAR could be unveiled in India on April 6 | NewsBytes

લીક થયેલી તસવીરથી તેની ડિઝાઇન અને સ્ટાઇલ વિશે અત્યાર સુધીમાં ઘણી વસ્તુઓ સામે આવી છે. કંપની આ કારને થોડી અલગ બનાવવાની કોશિશ કરી રહી છે જેથી તે અન્ય કાર કરતા અલગ જ લાગે. એલકાઝર તેની બાહ્ય ડિઝાઇન તરફ આકર્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જેમાં ગ્રાહકોને એલઇડી હેડલાઇટ અને ટેલલેમ્પ્સ, ફ્રન્ટ ગ્રિલ, 17 ઇંચ એલોય વ્હીલ્સ, બાજુની લાઇન અને પ્લાસ્ટિક ક્લેડીંગ મળશે.

Hyundai Alcazar 7-seater SUV Debut On 6th April 2021

ફીચર્સ

કંપનીને આશા છે કે આ વાહન સારું પ્રદર્શન કરી શકે. તેથી કોરિયન કાર મેન્યુફેકચર આ વાહનની ડિઝાઇન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. એલકાઝરમાં ત્રીજી રો સીટ અથવા મિડલ રો બેચ અથવા કેપ્ટન ટાઇપ સીટ મળશે.

આમાં તમને વાયરલેસ ચાર્જિંગ અને સ્ટોરેજ સ્પેસ પણ આપવામાં આવશે. એસયુવીના અંદરના ભાગમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. તે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. નવા મોડલમાં ઓટો-ડિમિંગ આઇઆરવીએમ, 360 ડિગ્રી કેમેરા, લેધર અપહોલ્સ્ટ્રરી અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ મળશે.