સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.કોંગ્રેસના ટોચની લીડરશીપ સામે ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ કોંગ્રેસ છોડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.ફૈઝલ પટેલે કેહવુ છે કે પાર્ટી હાઇકમાન્ડ મારૂ સાંભળતુ નથી.જેથી મારા વિકલ્પો હું ખુલ્લા રાખુ છું.
https://twitter.com/mfaisalpatel/status/1511222961771999232?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1511222961771999232%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fnews%2Findia%2Ffaisal-patel-tweets-tired-of-waiting-around-no-encouragement-from-the-top-brass-keeping-my-options-open-763415
ફૈઝલ પટેલના ટ્વીટ અંગે પ્રદેશ કોંગ્રેસે આપી પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, “આવી કોઇ માહિતી હજુ પાર્ટી મળી નથી અને અહેમદ પટેલ અમારા વરિષ્ઠ નેતા રહ્યા છ. “અહેમદ પટેલના પુત્ર હોય કે પુત્રી હમેશાં સમાજ માટે કામ કર્યું. અહેમદ પટેલનો પરિવાર હમેશાં કોંગ્રેસમા જ છે.
આપને જણાવી દઈએ કે, ગયા મહિનાના અંતમાં, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે તેઓ હજુ સુધી રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવા માટે તૈયાર નથી. જો કે તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ રહીને’ પાર્ટી માટે કામ કરશે. રવિવારે એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, “1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો અમારું મુખ્ય લક્ષ્ય પૂર્ણ કરશે.”તેમના દ્વારા કરવામાં આવેલા આજના ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ફૈઝલ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે, આખરે દિલ્હીના મુખ્યમંત્રીને મળીને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હીના એક નાગરિક તરીકે હું તેમના વર્ક એથિક્સ અને નેતૃત્વની કુશળતાનો પ્રશંસક છુ. માનવતા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રભાવ તેમજ દેશની વર્તમાન રાજનીતિ પર તેમની સાથે ચર્ચા કરી.
Proud to finally meet our Delhi CM Shri @ArvindKejriwal ji! As a Delhi resident, I’m an ardent admirer of his work ethics & leadership skills. Discussed Artificial Intelligence’s impact on humanity & the current political affairs in the country. 🇮🇳🌏🤖@CMODelhi pic.twitter.com/75hg0q2E4p
— Faisal Ahmed Patel (@mfaisalpatel) April 3, 2021
ફૈઝલ પટેલે જે તે સમયે પોતે સક્રિય રાજકારણમાં ન હોવાનો દાવો કર્યો હતો. સૂત્રોનું માનીએ તો ફૈઝલ પટેલ ભરુચની વાગરા બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે. ફૈઝલ પટેલ સક્રિય રાજકારણમાં આવવા માટે તૈયારી કરી રહ્યા છે. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી, જેના કારણે જ તેમણે ટ્વીટ કરીને આ નારાજગી બતાવવી પડી છે. જો કે તેમણે ટેલીફોનિક વાતચીતમાં પક્ષ છોડવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
આપને જણાવી દઈએ કે, અહમદ પટેલને સોનિયા ગાંધીના ‘સૌથી શક્તિશાળી’ સહયોગીઓમાંના એક ગણવામાં આવતા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ પણ હતા. અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પણ હતા અને યુપીએ શાસનના 10 વર્ષ (2004-2014) દરમિયાન દેશના ટોચના ત્રણ રાજકારણીઓમાં સામેલ હતા. જો કે, તેમણે તેમના પુત્ર કે પુત્રી મુમતાઝ પટેલને રાજકારણમાં આવવામાં મદદ કરી ન હતી. તેમના બંને બાળકોએ હજુ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો નથી.
આ પણ વાંચો:ખોડલધામ નરેશ પટેલને લઈ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન, કહ્યું કઈંક ખાસ
આ પણ વાંચો: આવી નજીવી બાબતમાં ચાર યુવકોએ મળીને એક યુવકની કરી દીધી હત્યા
આ પણ વાંચો:કોરોનાથી છૂટકારા તરફ ગુજરાત, ત્રણેય લહેરમાં રાજ્ય પહેલીવાર વેન્ટિલેટર મુક્ત
આ પણ વાંચો:અમૂલ ડેરીનો રેકોર્ડબ્રેક ટર્નઓવર,10 હજાર કરોડને પાર,જાણો વિગત
