Not Set/ એસબીઆઈ ના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર પદે પ્રશાંત કુમારની નિમણૂક

  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રશાંત કુમારને કંપનીનાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશાંત કુમાર દિલ્લી યુનિવર્સિટીથી સાયન્સ અને કાયદામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ 1983 માં પ્રોબેશનરી ઑફિસર તરીકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જોડાયા હતા. ત્યારબાદ તેમને બેંકમાં વિવિધ ઉચ્ચ પદો પર પોતાની ફરજ બજાવી છે. ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર […]

Top Stories India
PrashantKumar Sep17 એસબીઆઈ ના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર પદે પ્રશાંત કુમારની નિમણૂક

 

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રશાંત કુમારને કંપનીનાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશાંત કુમાર દિલ્લી યુનિવર્સિટીથી સાયન્સ અને કાયદામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ 1983 માં પ્રોબેશનરી ઑફિસર તરીકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જોડાયા હતા. ત્યારબાદ તેમને બેંકમાં વિવિધ ઉચ્ચ પદો પર પોતાની ફરજ બજાવી છે.

ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર (એચઆર) અને કોર્પોરેટ ડેવલપમેન્ટ ઑફિસર તરીકે તેઓ બેન્કીંગ ઉદ્યોગના સૌથી મોટા માનવ સંસાધન વિભાગનું નેતૃત્વ કરી રહ્યા હતા જેમાં બે લાખ સિત્તેર હજાર કર્મચારીઓના કર્મચારીઓ અને બેંકિંગ સિસ્ટમમાં દેશનું સૌથી મોટું તાલીમ માળખું છે.

બેન્કમાં પોતાની લાંબી કારકિર્દીમાં તેમને બેન્કના રિટેલ ઓપરેશન, હ્યુમન રિસોર્સ અને સ્ટ્રેટેજિક ટ્રેનિંગ જેવા વિવિધ ક્ષેત્રે કાર્ય કરવાનો લ્હાવો લઇ ચુક્યા છે. તેઓએ કોલકાત્તા વિસ્તારમાં ચીફ જનરલ મેનેજર અને મુંબઈ વિસ્તારમાં જનરલ મેનેજર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.