Not Set/ ભરૂચના પ્રવિણને સલમાન બન્યા બાદ હવે મળી રહી છે ધમકી,

પ્રવીણમાંથી સલમાન બનાવી દેવયેલા ફરિયાદીએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તેને પતાવી દેવાની ધમકીઓ મળી રહી હોવાનો આક્ષેપ તેણે કર્યો છે.

Gujarat Others
navsari 6 ભરૂચના પ્રવિણને સલમાન બન્યા બાદ હવે મળી રહી છે ધમકી,
  • ભરૂચના 100 થી વધુ આદિવાસીઓને કરાવાયેલ મુસ્લિમ ધર્મ અંગીકારનો મામલો
  • ફરિયાદી પ્રવીણનું પણ ધર્મ પરિવર્તન કરી બનાવી દેવાયો હતો સલમાન
  • આમોદ તાલુકાના કાંકરિયા ગામે વિદેશી ફન્ડિંગના જોરે 37 પરિવારના ધર્માંતરણમાં ફરિયાદીને પતાવી દેવાની ધમકીઓ
  • પોલીસ સુરક્ષા આપવા માંગ, છેલ્લા પાંચ વર્ષથી ચાલતું હતું ધર્માંતરણ

ભરૂચના આમોદ તાલુકાના 100 % આદિવાસીઓની વસ્તી ધરાવતા કાંકરિયા ગામે 37 પરિવારના 100 થી વધુ લોકોનું કટ્ટરવાદીઓએ ધર્માંતરણ કરાવ્યાંનો ગુનો નોધાયો છે. ગુનો નોધાયા બાદ એક બાદ એક ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. ગામમાં વર્ષ 2011થી આદિવાસીઓને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર ચાલતું હતું. ફરિયાદ આપનાર ફરિયાદી પ્રવીણનું પણ ધર્મ પરિવર્તન કરાવી સલમાન બનાવી દીધો હતો. જેને હવે ધમકીઓ મળતા પોલીસ રક્ષણની માંગ કરી છે.

bharuch 1 ભરૂચના પ્રવિણને સલમાન બન્યા બાદ હવે મળી રહી છે ધમકી,

આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી ગરીબ અભણ આદિવાસીઓને લોભ, લાલચ આપી ધર્મ પરિવર્તનના ચાલતા ષડયંત્રમાં ફરિયાદ નોંધાયા બાદ એક બાદ એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.

ગામના 37 પરિવારોના 100 થી વધુ આદિવાસીઓને મુસ્લિમ બનાવી દીધાની ફરિયાદ નોંધવાનાર ફરિયાદી સામે આવ્યો છે. પ્રવીણ વસંત નામના ગામના આ આદિવાસી ફરિયાદીનું પણ ધર્મ પરિવર્તન કરાવી સલમાન બનાવી દેવાયો હતો. સુરત ખાતે લઈ જઈ ફરિયાદીને મુસ્લિમ બનાવી સલમાન પટેલ નામનું સોંગદનામું કરાવવા સાથે કટ્ટરવાદીઓએ તેનું આધાર કાર્ડ પણ સલમાન નામનું બનાવ્યું હતું.

navsari 2 1 ભરૂચના પ્રવિણને સલમાન બન્યા બાદ હવે મળી રહી છે ધમકી,

સોમવારે પ્રવીણમાંથી સલમાન બનાવી દેવયેલા ફરિયાદીએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તેને પતાવી દેવાની ધમકીઓ મળી રહી હોવાનો આક્ષેપ તેણે કર્યો છે. પોતાની જાનને જોખમ હોઇ મંગળવારે તેણે પોલીસ રક્ષણની માંગ સાથે આમોદ પોલીસ મથકે આ અંગે ફરિયાદ આપવા સાથે રજુઆત કરવા પોહચ્યો હતો. તો બીજી તરફ ગામમાં ઘણા વર્ષથી વિદેશી ફન્ડિંગના જોરે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોવાનો પણ ખુલાસો કરવામાં આવી રહ્યો છે. પોલીસે લંડનથી ફન્ડિંગ મોકલતા મૂળ નબીપુરના ફેફળવાલા સહિત મૌલવી મળી 9 કટ્ટરવાદીઓ સામે ગુનો નોંધી હવે તેમની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.

પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

ધર્માંતરણ / ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

અમદાવાદ / AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગુજરાત /  હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

કોરોના કેસમાં વધારો / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત