Covid-19/ દિવાળી પછી કોરોના ના કેસ માં રાહત વોરિયરે લીધો રાહત નો શ્વાસ

એક તરફ કોરોના ના કેસ ઘટી ગયા હોવાથી કોરોના વોરિયર્સ માં પણ કેટલાક અંશ છે હાશકારો અનુભવ્યો છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર 83 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જે પૈકી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે તથા 35 દર્દીઓ બાયપેપ પર સારવાર લઇ રહ્યા છે.

Ahmedabad Gujarat
corona ૧૧૧૧ 24 દિવાળી પછી કોરોના ના કેસ માં રાહત વોરિયરે લીધો રાહત નો શ્વાસ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ  

અમદાવાદમાં દિવાળી પછી કોરોના ના કેસ મા ડબલ ઉછાળો આવ્યો હતો. ત્યારબાદ હવે શહેરમાં કોરોના ના કેસ ખૂબ જ ઓછા થઈ જતા સિવિલમાં 202 ની કોઈ હોસ્પિટલ માં પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જેના પગલે તે વોર્ડના 22 વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે.જેમા સિવિલમાં હાલમાં 83 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેના માટેમાત્ર કાર્યરત રાખવામાં આવે છ.

એક તરફ કોરોના ના કેસ ઘટી ગયા હોવાથી કોરોના વોરિયર્સ માં પણ કેટલાક અંશ છે હાશકારો અનુભવ્યો છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર 83 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જે પૈકી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે તથા 35 દર્દીઓ બાયપેપ પર સારવાર લઇ રહ્યા છે.

બીજી તરફ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં માત્ર 189 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે હવે ખાનગી હોસ્પિટલોની સંખ્યા ઘટીને 81 પહોંચી ગઈ છે જેમાં કુલ 3005 બેડ ની કેપેસિટી છે.જેમાંથી 2816 બેડ ખાલીથયા છે.

ખાનગી હોસ્પિટલોમાં પણ ૯૪ ટકા બેડ ખાલી થયા છે.ખાનગી હોસ્પિટલ મા 19 દર્દીઓ વેન્ટીલેટર પર છે.જ્યારે 201 વેન્ટિલેટર બેડ ખાલી છે. સોલા સિવિલ મા પણ દર્દીઓની સંખ્યા 15 થી22 ની આસપાસ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો