Not Set/ ભાવનગરમાં પ્રાણવાયું “ઓક્સીજન” અછતની થતા બન્યું એવું કે તમે જાણીને..

માર્ચ મહિનાથી ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાલના સમયમાં સ્થિતિ એ છે કે, રાજ્યમાં દર્દીઓ માટે નથી બેડ, નથી ઓક્સીજન કે નથી સ્વાસ્થ્યકર્મીઓ.

Gujarat Others
aa 5 ભાવનગરમાં પ્રાણવાયું “ઓક્સીજન” અછતની થતા બન્યું એવું કે તમે જાણીને..

માર્ચ મહિનાથી ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાલના સમયમાં સ્થિતિ એ છે કે, રાજ્યમાં દર્દીઓ માટે નથી બેડ, નથી ઓક્સીજન કે નથી સ્વાસ્થ્યકર્મીઓ. આ ભયાવહ સ્થિતિ વચ્ચે રાજ્યના ભાવનગરમાંથી એક ચકચાર મચાવનારી એક ઘટના સામે આવી રહી છે.

હકીકતમાં, આ ચકચારી અને તંત્રની બેદરકારી ભરી ઘટના ભાવનગરમાં આવેલી સર ટી. હોસ્પિટલમાંથી સામે આવી છે, જ્યાં હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સોમવારે બપોરે એકાએક ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓના તડપી તડપીને મોત થયા છે.

આ પણ વાંચો :સાબરમતી જેલમાં થયો કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં 29 કેદીઓ થયા સંક્રમિત

આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ છે. જો કે બીજી બાજુ આ બાબતને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી, ત્યારે સામે આવે છે કે, રાજ્યમાં તંત્ર દ્વારા કયા પ્રકારે આ વિકટ સ્થિતિમાં લોકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવે છે અને લોકોને મરવા માટે મજબુર કરવામાં આવે છે.

આ પણ વાંચો :શહેરમાં કોરોના કાળ વચ્ચે ચાર જુદી જુદી આત્મહત્યાની બની ઘટના

જો કે બીજી બાજુ, આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, આ હોસ્પિટલમાં બાયો મેડિકલ એન્જિનિયર દ્વારા ઓક્સિજન સપ્લાઇ અંગેનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ પરથી સાબિત થાય છે કે, ઓક્સીજન પ્લાન્ટમાં કંઈક ફોલ્ટ ઉભો થયો અને દર્દીઓના મોત થયા હોઈ શકે છે.

આ પણ વાંચો :CM દ્વારા તાબડતોબ 150 એમ્બ્યુલન્સ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો

આ પણ વાંચો :રાજકોટમાં કોરોનાગ્રસ્ત મહિલાએ હોસ્પિટલના 5 માળેથી ઝંપલાવી કર્યું મોતને વ્હાલું

aa 2 ભાવનગરમાં પ્રાણવાયું “ઓક્સીજન” અછતની થતા બન્યું એવું કે તમે જાણીને..