Not Set/ LRD આંદોલન મામલે પ્રવિણ રામનું નિવેદન, નેતાઓના ઝભ્ભા ફાટશે તો જવાબદારી સરકારની રહેશે

ગાંધીનગરમાં 60 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. લોકરક્ષક દળ ભરતી મહિલા ઉમેદવાર મેરિટ વિવાદને મામલે તુલ પકડી છે. 1-8-2018નો ઠરાવ રદ્દ કરવાની મહિલા ઉમેદવારોની માંગ છે. ઠરાવ ને લઇ SC-ST-OBCની મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ છે. મહિલાઓ પરિપત્ર રદ્દ ન થાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. આ અંદોલન દરમિયાન ઘણી મહિલાઓની […]

Uncategorized
krishna 5 LRD આંદોલન મામલે પ્રવિણ રામનું નિવેદન, નેતાઓના ઝભ્ભા ફાટશે તો જવાબદારી સરકારની રહેશે

ગાંધીનગરમાં 60 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. લોકરક્ષક દળ ભરતી મહિલા ઉમેદવાર મેરિટ વિવાદને મામલે તુલ પકડી છે. 1-8-2018નો ઠરાવ રદ્દ કરવાની મહિલા ઉમેદવારોની માંગ છે. ઠરાવ ને લઇ SC-ST-OBCની મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ છે. મહિલાઓ પરિપત્ર રદ્દ ન થાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે.

આ અંદોલન દરમિયાન ઘણી મહિલાઓની તબિયત લથડી છે અને તમને હોસ્પિટલ લઇ જવામાં આવી છે. છતાંય સરકારના પેટનું પાણી સુદ્ધા હલતું નથી. અને બીજી બાજુ મહિલાઓ પણ પોતાના નિર્ણયમાં અડગ થઇ ને બેઠી છે.

આ અંદોલન મામલે પ્રતિક ઉપવાસ પર બેઠેલની તબિયત લથડતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પૂજા સાગઠિયા, હસમુખ સકશેના,  હેતલ ધારેવાડિયા, ભાવના મકવાણા હોસ્પીટલમાં દાખલ છે.

પ્રવીણ રામ દ્વારા તેમને આજે પારણા કરવા સમજાવ્યા  હતા. પરંતુ ઉપવાસ પર બેઠેલા લોકો પારણા કરવાની ના પાડે છે. તેમને જણાવ્યું હતું કે, સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ. 3 દિવસ બાદ લોકો રસ્તા પર ઉતરી આવશે. નેતાઓના ઝભ્ભા ફાટશે તો જવાબદારી સરકારની રહેશે.

તો આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહેલી LRD મહિલા ઉમેદવાર પૂજા સાગઠીયા, હેતલ ધરવડીયા, ભાવનાબહેન અને હસમુખ સક્સેનાની તબીયત લથડતા અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ લગાવ્યો કે 60 દિવસથી આંદોલન ચાલતું હોવા છતાં સરકાર સંવેદનશીલતા દેખાડતી નથી. ચાવડાએ રાજ્ય સરકારને ઉદ્યોગપતિની સરકાર ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.