IPL 2021/ પપ્પાની ટીમની જીત માટે જીવા કરવા લાગી પ્રાર્થના, જુઓ આ Viral Pic

ધોનીની પુત્રી ઝીવા પ્રેક્ષક ગેલેરીમાં તેની ટીમ CSK ની જીત માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી, તેની માતા સાક્ષી પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

Sports
11 70 પપ્પાની ટીમની જીત માટે જીવા કરવા લાગી પ્રાર્થના, જુઓ આ Viral Pic

IPL 2021 ની 50 મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં CSK ને 3 વિકેટે હરાવી હતી. હેટમાયર દિલ્હીની જીતમાં હીરો બન્યો હતો અને અંતે, અણનમ રહ્યો અને દિલ્હીને વિજય અપાવ્યો હતો. આ મેચમાં હેટમાયરે 18 બોલમાં 28 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હીની ટીમને નિશ્ચિતપણે વિજય મળ્યો, પરંતુ આ મેચ દરમિયાન એક એવું દ્રશ્ય પણ જોવા મળ્યું જેણે ચાહકોનાં દિલ જીતી લીધા હતા.

11 71 પપ્પાની ટીમની જીત માટે જીવા કરવા લાગી પ્રાર્થના, જુઓ આ Viral Pic

આ પણ વાંચો – IPL 2021 / ચેન્નઈ વિરુદ્ધ જીત બાદ રિષભ પંતને તેના જન્મદિવસે મળી મોટી Gift

આપને જણાવી દઇએ કે, જ્યારે દિલ્હીની ટીમ બેટિંગ કરી રહી હતી અને લક્ષ્યની નજીક જવાની કોશિશ કરી રહી હતી, ત્યારે ધોનીની પુત્રી ઝીવા પ્રેક્ષક ગેલેરીમાં તેની ટીમ CSK ની જીત માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી, તેની માતા સાક્ષી પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આપને જણાવી દઇએ કે, DC vs CSK ની મેચ દરમિયાન ધોનીની પુત્રી ઝીવા પણ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવી હતી. 5 વર્ષીય જીવા દુબઈ સ્ટેડિયમની મુલાકાતી ગેલેરીમાં હાથ જોડીને પ્રાર્થના કરતા, માથું નમાવતા અને આંખો બંધ કરતી જોવા મળી હતી. ઝીવા ધોનીની તસવીર સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. જો કે પોતાની દીકરીને આવું કરતા જોઈને સાક્ષી ધોનીની પ્રતિક્રિયા પણ હ્રદયસ્પર્શી હતી. દીકરીની આ સ્ટાઈલ જોઈને સાક્ષી ખૂબ જ ખુશ દેખાતી હતી. જીવાનાં આ હાવભાવને જોઈને ચાહકો પણ ખુશ દેખાયા હતા અને ખૂબ ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. જીવાની પ્રાર્થના કરતી આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

11 72 પપ્પાની ટીમની જીત માટે જીવા કરવા લાગી પ્રાર્થના, જુઓ આ Viral Pic

આ પણ વાંચો – IPL / હેટમાયરનો કેચ છોડવો ચેન્નાઈને પડ્યો ભારે,દિલ્હીની ટીમે મેચ જીતી

જોકે છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટે હારી ગયુ હતુ. 137 નાં લક્ષ્યનો પીછો કરતા દિલ્હીને જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં 28 રનની જરૂર હતી. હેટમાયરે ડ્વેન બ્રાવોનાં બોલ પર 12 રન અને જોશ હેઝલવુડની બોલ પર 10 રન લીધા હતા. હવે દિલ્હીને છેલ્લી ઓવરમાં માત્ર છ રનની જરુર હતી, જે અક્ષર પટેલની વિકેટ ગુમાવ્યા છતાં, તેમણે તેને બે બોલ બાકી રાહે તે પહેલા મેળવી લીધો હતો.

11 73 પપ્પાની ટીમની જીત માટે જીવા કરવા લાગી પ્રાર્થના, જુઓ આ Viral Pic

આ પણ વાંચો – Cricket / ભારત-પાકિસ્તાનની મેચની Ticket ગણતરીનાં કલાકોમાં થઇ Sale

હેટમાયર 18 બોલમાં 28 રને અણનમ રહ્યો હતો. અગાઉ દિલ્હીનાં બોલરોએ ચેન્નઈને પાંચ વિકેટે 136 રન સુધી મર્યાદિત રાખ્યું હતું. ચેન્નઈ માટે અંબાતી રાયડુએ 43 બોલમાં અણનમ 55 રન બનાવ્યા પરંતુ બાકીનાં બેટ્સમેનો ચાલી શક્યા નહીં.