Not Set/ કેન્દ્ર સરકારનું થર્ડ વેવ માટે પ્રિ-પ્લાનિંગ, દેશભરમાં બનશે 50 મોડ્યુલર હોસ્પિટલ

આ હોસ્પિટલની ખાસિયત એ હશે કે તે માત્ર ત્રણ સપ્તાહમાં ઉભી કરી દેવાશે. તેમજ તેની બનાવટ એવી હશે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને એક જ સપ્તાહમાં એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાશે.

Top Stories India
કોરોના 2 5 કેન્દ્ર સરકારનું થર્ડ વેવ માટે પ્રિ-પ્લાનિંગ, દેશભરમાં બનશે 50 મોડ્યુલર હોસ્પિટલ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક દે તે પહેલાં જ કેન્દ્ર સરકાર આગોતરા આયોજન કરવાના પ્લાનમાં છે. આ માટે કેન્દ્રએ એક યોજના હેઠળ આગામી 3 મહિનામાં જ દેશભરમાં 5 ઈન્સટન્ટ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. આ હોસ્પિટલની ખાસિયત એ હશે કે તેને જરૂર મુજબ એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડી શકાશે.

કોરોના 2 6 કેન્દ્ર સરકારનું થર્ડ વેવ માટે પ્રિ-પ્લાનિંગ, દેશભરમાં બનશે 50 મોડ્યુલર હોસ્પિટલ

  • હોસ્પિટલમાં હશે ICU-ઓક્સિજન બેડ
  • 3 જ સપ્તાહમાં ઉભી થઈ શકશે હોસ્પિટલ
  • જરૂર પડ્યે સપ્તાહમાં જગ્યા બદલી શકાશે

દેશભરમાં સેકન્ડ વેવ એક સબક શિખવાડી ગયો. ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરની બાબતે આપણે હજુ ઘણું કરવાનું છે. કેન્દ્ર સરકારે પણ બાબુઓને આ માટે આગોતરા પ્લાન કરવા બેસાડી દીધાં છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર થર્ડ વેવ પહેલાં પૂરી તૈયારી કરી લેવા માગે છે. કેન્દ્ર સરકાર દેશભરમાં 50 જેટલી મોડ્યુલર હોસ્પિટલ બનાવશે. આ હોસ્પિટલની ખાસિયત એ હશે કે તે માત્ર ત્રણ સપ્તાહમાં ઉભી કરી દેવાશે. તેમજ તેની બનાવટ એવી હશે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને એક જ સપ્તાહમાં એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાશે. આ મોડ્યુલર હોસ્પિટલ પાછી જેવી તેવી નહીં હોય. તેની અંદર 100 બેડ હશે. આઈસીયુ રૂમ હશે. ઈલેક્ટ્રિસિટી, ઓક્સિજન, પાણીની પૂરતી વ્યવસ્થા હશે. આવી એક હોસ્પિટલ બનાવવાનો ખર્ચ અંદાજે 3 કરોડ રૂપિયા થશે. મોટેભાગે આવી હોસ્પિટલ નાના શહેર કે જ્યાં આરોગ્યની સુવિધા ઓછી હોય ત્યાં જ બનાવાશે.

કોરોના 2 7 કેન્દ્ર સરકારનું થર્ડ વેવ માટે પ્રિ-પ્લાનિંગ, દેશભરમાં બનશે 50 મોડ્યુલર હોસ્પિટલ

  • 20, 50 અને 100 બેડની હોસ્પિટલ
  • મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢથી શરૂઆત
  • ઓક્સિજન સપ્લાય પર ખાસ ધ્યાન અપાશે
  • વૈજ્ઞાનિક સલાહકાર રાઘવનના ભેજાની ઉપજ

દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવનના ભેજાની ઉપજ માનવામાં આવે છે આ મોડ્યુલર હોસ્પિટલ. સેકન્ડ વેવમાં ઓક્સિજનની અછતે રાડ પડાવી દીધી હતી. ત્યારે આ મોડ્યુલર હોસ્પિટલમાં સૌથી વધુ ધ્યાન ઓક્સિજન સપ્લાય પર આપવામાં આવશે. શરૂઆતમાં આ યોજનાનો પ્રારંભ મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢના શહેરોથી કરાશે. ઓછી જરૂર હોય ત્યાં માત્ર 20 જ બેડની અને જ્યાં વધુ જરૂર હોય ત્યાં 50 કે 100 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. મોડ્યુલર હોસ્પિટલનો આ પ્રોજેક્ટ સફળ થાય અને થર્ડ વેવના આગમન પૂર્વે પણ આપણે તૈયાર થઈ જઇએ તે સમયની માગ છે.