Not Set/ કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલા કરો પૂર્વ તૈયારી : HC

કોરોના મામલે થયેલી સુઓમોટો અરજીમાં  હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકારે તમામ મુદ્દે પૂર્વ તૈયારીઓ કરી રાખવી જોઈએ. 

Ahmedabad Gujarat Trending
chanakya 8 કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલા કરો પૂર્વ તૈયારી : HC
  • કોરોના મામલે HCમાં કરાયેલી સુઓમોટો અરજીનો મામલો
  • ત્રીજો સ્ટેજ ના આવે ત્યાં તેને નિયંત્રણમાં રાખવા તૈયારી કરોઃ HC
  • અમે પૂરતી તૈયારીઓ કરી રહ્યા છે: રાજ્ય સરકાર
  • વધુ સુનવણી 2 જુલાઈએ હાથ ધરાશે

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો હતો. અનેક લોકો કોરોનાના ખપ્પરમાં હોમાયા હતા. ત્યારે આજ રોજ ગુજરાત હાઈકોર્ટમાં  કોરોના મામલે થયેલી સુઓમોટો અરજીમાં  હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકારે તમામ મુદ્દે પૂર્વ તૈયારીઓ કરી રાખવી જોઈએ.

ત્યારે જવાબ ફાઈલ કરતા સરકાર વતી સોગંદનામું રજુ કર્યું જેમાં, કોરોના વેક્સિન , મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની ફાળવણી,  ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન, દવાઓની સ્થિતિ અંગેનાં પગલાઓનો સોગંદનામા માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વધુમાં આદિવાસી વિસ્તારમાં  કોરોનાની સારવાર અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.  જે અંગે સરકારે જણાવ્યું હતું કે, આદિવસી વિસ્તારમાં ૩૦ હજારની વસ્તી સામે 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. જ્યરે ૨૦ હજારની વસ્તી સામે એક કોમ્યુનીટી હેલ્થ સેન્ટર છે.

સોગંદનામા માં ઉલ્લેખ થયો છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 2 કરોડ થી વધુ  લોકોએ વેક્સિન લીધી હોવાનું જણાવ્યું છે અને 1 એપ્રિલથી 13 જૂન સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્યને કુલ 54,411 મ્યુકમાઇકોસિસના ઇન્જેક્શન આપ્યાં હતાં. આ અંગે વધુ સુનાવણી આગામી 2 જુલાઈના રોજ હાથ ધરાશે.