Olympics 2036/ Olympics 2036નું ગુજરાતમાં આયોજન કરવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ, જાણો વિસ્તૃતમાં

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી…

Ahmedabad Top Stories Gujarat
Gujarat Olympics 2036

Gujarat Olympics 2036: આગામી Olympics 2036ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Olympic 2036માં સમાવિષ્ટ ગેમ્સના આયોજન માટે અમદાવાદ-ગાંધીનગરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે બનાવવામાં આવી રહેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ઓલિમ્પિકસ માટે નક્કી કરાયેલી જગ્યાઓ પર જરૂરી રમતગમતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલાડીઓ-કોચના આવાસ વગેરેની વ્યવસ્થા ઓલિમ્પિકસના નિયમો અને ધારાધોરણો અનુસાર હોવી જોઈએ. એટલું જ નહીં, જ્યાં પણ પસંદગી કરવામાં આવે ત્યાં વોટર સ્પોર્ટ્સ અને પહાડી રમતો માટે સંપૂર્ણ સુવિધા તૈયાર કરવાનો પ્લાન તૈયાર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે કરેલા કાર્યોની સમીક્ષા કરવાનું સૂચન પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે Olympics 2036 અમદાવાદ શહેરને દિલ્હી, મુંબઈ અને કલકત્તા કરતાં વધુ ઝડપથી વિકસિત શહેર બનાવશે.

આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમાર, અગ્ર સચિવ શહેરી વિકાસ મુકેશ કુમાર અને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે ગુજરાતની Olympics 2036ની તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેનારસન, ઔડાના સીઈઓ ડી.પી. દેસાઈ અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Vidyapith/ગૂજરાત વિદ્યાપીઠનું રાજ્યપાલે કર્યું ઓચિંતું નિરીક્ષણ, છાત્રાલયની દયનીય હાલત જોઈ થયા દુઃખી