Premium Bus/ દિલ્હીમાં ઓટો-ટેક્સીની જેમ ચાલશે ‘પ્રીમિયમ બસ’, AC અને Wi-Fi સહિતની અનેક સુવિધાઓથી સજ્જ, જાણો ક્યારે ચાલશે

દિલ્હીમાં રોજ ઓફિસ જનારા લોકો માટે એક સારા સમાચાર છે. કારણ કે, હવે તેમને ટેક્સી અને કેબ પર વધારે પૈસા ખર્ચવા નહીં પડે.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 16T154134.008 દિલ્હીમાં ઓટો-ટેક્સીની જેમ ચાલશે 'પ્રીમિયમ બસ', AC અને Wi-Fi સહિતની અનેક સુવિધાઓથી સજ્જ, જાણો ક્યારે ચાલશે

દિલ્હીમાં રોજ ઓફિસ જનારા લોકો માટે એક સારા સમાચાર છે. કારણ કે, હવે તેમને ટેક્સી અને કેબ પર વધારે પૈસા ખર્ચવા નહીં પડે. એવા અહેવાલ છે કે રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ઉબેર અને એવેગને દિલ્હીમાં “પ્રીમિયમ બસ સેવા” ચલાવવા માટે દિલ્હી પરિવહન વિભાગ પાસેથી લાઇસન્સ મળ્યું છે. Aveg એ દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડામાં એપ્લિકેશન-આધારિત શટલ સેવા છે.

એક  અહેવાલમાં જણાવાયું છે કે Uber ટૂંક સમયમાં બસ સેવાઓ શરૂ કરશે, જ્યારે Aveg CEO વિવેક લારોયાએ જણાવ્યું હતું કે આ પ્રીમિયમ બસોનું સંચાલન લોકસભા ચૂંટણી પછી શરૂ થશે. ખાસ વાત એ છે કે આ બસો મેટ્રોની જેમ એર કન્ડિશન્ડ હશે. આ સિવાય તેમાં વાઈ-ફાઈ, જીપીએસ, સીસીટીવી અને રિક્લાઈન સીટ સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હશે.

દિલ્હી સરકારે ઑક્ટોબર 2023 માં ખાનગી વાહનોના ઇન્ટ્રાસિટી ઉપયોગને ઘટાડવા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરવા માટે પ્રીમિયમ બસ સેવા યોજનાને મંજૂરી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ