Not Set/ કેન્દ્રની નીતિઓના વિરોધમાં RSS સાથે સંકળાયેલ બે સંગઠનો મહારેલી કાઢવાની તૈયારીમાં

કેન્દ્ર સરકારની અનેક નીતિઓ સામે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જાડાયેલ બે મોટા સંગઠનો સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય મજદૂર સંઘ મહારેલી કાઢવાની તૈયારીમાં છે. સ્વદેશી જાગરણ મંચ ૨૯ ઓક્ટોબરના રોજ રામલીલા મેદાનમાં અને ભારતીય મજદુર સંઘ ૧૭ નવેમ્બરે આજ ઐતિહાસિક મેદાનમાં મહારેલી કાઢશે. સ્વદેશી જાગરણ મંચ કેન્દ્ર સરકારની અનેક આર્થિક નીતિઓને લઈને નારાજ છે […]

Top Stories
swadeshi jagran કેન્દ્રની નીતિઓના વિરોધમાં RSS સાથે સંકળાયેલ બે સંગઠનો મહારેલી કાઢવાની તૈયારીમાં

કેન્દ્ર સરકારની અનેક નીતિઓ સામે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જાડાયેલ બે મોટા સંગઠનો સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય મજદૂર સંઘ મહારેલી કાઢવાની તૈયારીમાં છે. સ્વદેશી જાગરણ મંચ ૨૯ ઓક્ટોબરના રોજ રામલીલા મેદાનમાં અને ભારતીય મજદુર સંઘ ૧૭ નવેમ્બરે આજ ઐતિહાસિક મેદાનમાં મહારેલી કાઢશે.

images 9 1 કેન્દ્રની નીતિઓના વિરોધમાં RSS સાથે સંકળાયેલ બે સંગઠનો મહારેલી કાઢવાની તૈયારીમાં

સ્વદેશી જાગરણ મંચ કેન્દ્ર સરકારની અનેક આર્થિક નીતિઓને લઈને નારાજ છે અને ભારતીય મજદૂર સંઘ પણ કેટલીક શ્રમનીતિઓના વિરુદ્ધમાં છે. આ બન્ને સંગઠનો સાથે જોડાયેલ લોકો દેશભરમાંથી દિલ્હીમાં એકત્રિત થશે. સ્વદેશી જાગરણ મંચનો મુખ્ય એજન્ડા ચીની સામાનનો બહિષ્કાર કરવો છે અને ભારતીય મજદુર સંઘ નીતિ આયોગના વિરુદ્ધમાં છે. આ આયોગના નિર્ણયને મજદુરો, કારીગરો અને કૃષિ વિરોધી માનવામાં આવે છે.

આ મહારેલીના માધ્યમથી તેઓ મોદી સરકાર સામે નીતિ આયોગ ભંગ કરવાની માંગ રજુ કરશે. સ્વદેશી જાગરણ મંચ તરફથી દેશભરમાં સ્વદેશી યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રા આવતીકાલે દિલ્હી પહોંચશે. આ યાત્રા આવતીકાલે દિલ્હી પહોંચશે. આ યાત્રા દેશમાં સામાન્ય લોકો વચ્ચે એફડીઆઈનો વિરોધ, ચીની સામાનનો બહિષ્કાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ સહિતના ઉદ્દેશ્યો સાથે શરુ કરવામાં આવી હતી. સ્વદેશી જાગરણ મંચના દિલ્હીના સંયોજક સુશીલ પંચાલના જણાવ્યા મુજબ,  દેશભરમાં અનેક સંગઠનો સ્વદેશીનુ આંદોલન ચલાવી રહ્યા છે. રવિવારે દિલ્હીમાં યોજાનાર મહારેલીમાં લગભગ ૧૦ દેશોના એ રાજદૂતોને પણ બોલાવાયા છે જેઓ ચીન વિરોધી માનવામાં આવે છે.