Viral Video/ પ્રસ્તુત છે પારલે જી બિસ્કીટની બરફી, વીડિયો જોઈને લોકો થઈ રહ્યા છે ભાવુક

સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફૂડ પર એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. પરંતુ દરેક જણ પારલે જી બિસ્કીટની બરફી પચાવી શકતા નથી.

Videos
પારલે જી બિસ્કીટની બરફી

કોઈએ સાચું જ કહ્યું છે, ‘કબીરા, તેરે દેશ મે ભાંતી-ભાંતી કે લોગ.’ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પારલે જી બિસ્કિટની  બરફી બનાવી રહ્યો છે. આ વીડિયો જોનારા લોકો નિરાશ, પરેશાન છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો પહેલા વધુ એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો Oreo બિસ્કિટમાંથી પકોડા બનાવી રહ્યા છે. જો જોવામાં આવે તો સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફૂડ પર એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. પરંતુ દરેક જણ પારલે જી બિસ્કીટની બરફી પચાવી શકતા નથી.

આ પણ વાંચો :પેંગ્વિને બરફમાં એક બીજા સાથે મળીને કરી ખૂબ મસ્તી, વીડિયો જોઈને હસી રહ્યા છે લોકો

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર thefoodattacker નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, પારલે જી બિસ્કીટની બરફી દેશી ઘીમાં તળેલી. 9 ડિસેમ્બરે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 77 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. અત્યાર સુધીમાં તમે જોયું જ હશે કે પારલે જી બિસ્કીટમાંથી બરફી કેવી રીતે બને છે.

https://www.instagram.com/reel/CXQIuNYIWZK/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : પૌવા વેચીને આ વૃદ્ધે પોતાની દવા માટે ભેગા કરે છે પૈસા, જોઈને તમારી આંખો પણ થઈ જશે ભીની

આ વીડિયો વાયરલ થવાથી લોકો ખુશ નથી, મોટાભાગના યુઝર્સ આ બરફીના મેકરને ઉગ્ર શબ્દોમાં કોસતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘હાર્પિક પણ લગાવી હોત’. શું તમને પરજે બિસ્કીટ બરફી ગમે છે? જો તમને પસંદ ન હોય તો તમે કોમેન્ટ કરીને આ રેસીપી વિશે જણાવી શકો છો.

આ પણ વાંચો :ટીવી પર પક્ષીને જોઇ બિલાડીએ મારી લાંબી છલાંગ, પછી જે થયુ તે જુઓ આ Video માં

આ પણ વાંચો :હાથીએ તેની સૂંઢ  વડે ઘરના રસોડામાં મચાવ્યો હંગામો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી રહ્યું હતું રીંછ, લોકોએ જોયું તો કરવા લાગ્યું આવી હરકત, જુઓ વીડિયો

આ પણ વાંચો :દુલ્હનના હાથમાં માતાની તસવીર લઈને એન્ટ્રી, વીડિયો જોઈને સૌ થયા ભાવુક