Not Set/ ઐતિહાસિક મુલાકાત: હાથ મીલાવ્યાં, હસીને વાતો કરી હવે સાથે લંચ લેશે ટ્રમ્પ અને કીમ

સિંગાપુરમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત યોજાઈ. હોટલ કેપેલામાં બંને નેતાની મુલકાત યોજાઈ હતી. બંન્ને નેતાઓ વચ્ચે થઇ રહેલી આ બેઠક ઘણી રીતે ઐતિહાસિક છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર ઉત્તર કોરિયાઇ નેતા સાથે હાથ મીલાવ્યાં છે. જ્યારે બીજી તરફ સત્તા સંભાળ્યાના સાત વર્ષ પછી કિમ જોન ઉન પહેલીવાર […]

Top Stories World Trending

સિંગાપુરમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત યોજાઈ. હોટલ કેપેલામાં બંને નેતાની મુલકાત યોજાઈ હતી. બંન્ને નેતાઓ વચ્ચે થઇ રહેલી આ બેઠક ઘણી રીતે ઐતિહાસિક છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર ઉત્તર કોરિયાઇ નેતા સાથે હાથ મીલાવ્યાં છે. જ્યારે બીજી તરફ સત્તા સંભાળ્યાના સાત વર્ષ પછી કિમ જોન ઉન પહેલીવાર આટલી લાંબી વિદેશ યાત્રા પર આવ્યાં છે.

મુલાકાત અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે,જોંગ સાથેની મુલાકાત લાભદાયી રહેશે અને મને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચેનાં સંબધો સારા રહેશે. તો કીમ જોંગે પણ અંહી સુધી પહોંચવુ સરળ ન હોવાનું  કહ્યું હતું. કિમ જોંગે જણાવ્યું હતું કે અવરોધો દૂર કરીને મુલાકાત યોજાઈ છે.

હોટલ કેપેલામાં બંને નેતાની મુલકાત 41 મીનીટ સુધી વન-ઓન-વન વાતચીત થઇ. અમેરિકાના કોઈ સીટિંગ રાષ્ટ્રપતિ પહેલીવાર કોઈ ઉતર કોરિયાઈ નેતાને મળ્યા છે અને સત્તા સંભાળ્યાના સાત વર્ષ પછી કીમ જોંગ પહેલી વખત આટલી લાંબી વિદેશયાત્રા પર ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વન-ટૂ-વન મિટિંગ ઘણી સારી રહી. ત્યાર બાદ તેમણે બીજી મિટિંગ પણ કરી હતી જે પણ સમાપ્ત થઇ ગઇ છે. બંન્ને નેતાઓ હાલ લંચ કરવા માટે ગયા છે.

આ મિટિંગ પર કોઈ પણ જાતની કમી ના રહે તે માટે જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે. આ મિટિંગ કેટલી મહત્વની છે તેનો અંદાજ લગાવીએ તો આ મિટિંગ પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.