Not Set/ એનવી રમના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ લગાવી મહોર, જાણો ક્યારે લેશે શપથ

જસ્ટિસ નથલાતિથી વેંકટ રમના ભારતના 48 મા મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રિય રામનાથ કોવિંદે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે ન્યાયાધીશ રમના 24 એપ્રિલે શપથ લેશે.

Top Stories India
A 64 એનવી રમના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ લગાવી મહોર, જાણો ક્યારે લેશે શપથ

જસ્ટિસ નથલાતિથી વેંકટ રમના ભારતના 48 મા મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રિય રામનાથ કોવિંદે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે ન્યાયાધીશ રમના 24 એપ્રિલે શપથ લેશે. ન્યાયાધીશ રમના હાલના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે પછી સુપ્રીમ કોર્ટના બીજા વરિષ્ઠ-ન્યાયાધીશ છે. 24 માર્ચે હાજર મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ સરકારને તેમના નામ માટેની ભલામણ મોકલી હતી.

કોણ છે એન.વી રમના?

એનવી રમના વિશે આપને જણાવી દઈએ. એનવી રમના આંધ્રપ્રદેશના છે. તેઓ વર્ષ 2000 માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા. ફેબ્રુઆરી 2014 માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. આ પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટમાં કાર્યરત હતા. 63 વર્ષીય નુથાલપતિ વેંકેટ રમનાએ 10 ફેબ્રુઆરી 1983 થી તેમની ન્યાયિક કારકીર્દિની શરૂઆત કરી હતી. તેમણે આંધ્રપ્રદેશથી વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો :કોરોનાએ PM મોદીની ઊંઘ કરી હરામ, 8 એપ્રિલે ફરીથી મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

વકીલાત બાદ તેમણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ, આંધ્રપ્રદેશ વહીવટી ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી હતી. તેઓને બંધારણીય, ગુનાહિત અને આંતર-રાજ્ય નદીના પાણી વહેંચણી બાબતના કાયદાના નિષ્ણાંત માનવામાં આવે છે. લગભગ 45 વર્ષોનો લાંબો અનુભવ ધરાવતા એનવી રમના સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓની બંધારણીય બેંચનો એક ભાગ રહ્યા છે. જાહેર છે કે એસએ બોબડેએ અત્યાર સુધી સુપ્રીમના ન્યાયાધીશ તરીકે ઘણા મહત્વપૂર્ણ ચૂકાદા આપ્યા છે. તેઓએ સરકારને એનવી રમનાના નામની ભલામણ કરી છે. એનવી રમનાને ન્યાય પ્રક્રિયાનો બહોળો અનુભવ છે. તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. જો તેમની સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવે છે તો તેમના માટે આ ભૂમિકા ચેલેન્જીંગ રહેશે. કેમ કે ન્યાયાધીશ બોબડેએ ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે.

આ પણ વાંચો :બંગાળ સહિત પાંચ રાજ્યોમાં આજે મતદાન પ્રક્રિયા, જાણો કેવી છે તૈયારી

આપને જણાવી દઈએ કે, ગત કેટલાક વર્ષોમાં જસ્ટીસ રમનાને સૌથી ચર્ચિત ફેસલો જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનો રહ્યો સાંસદો, ધારાસભ્યો સામે પેન્ડિંગ કેસમાં ઝડપથી સુનાવણી અને ફેસલા માટે બનેલી બેંચના તેઓ અઘ્યક્ષ હતા. ઉપરાંત સુપ્રીમ કોર્ટના જસ્ટીસના કાર્યલયને સૂચના અધિકાર કાયદા (RTI)ના ક્ષેત્રેમાં લાવવાનો નિર્ણય કરતી બેંચના પણ તેઓ સદસ્ય રહી ચૂક્યા છે.તેમની જ 5 જજોની બેંચે નિર્ભયા ગેંગ રેપ અને હત્યા મામલના દોષિયોની ક્યૂરેટિવ અરજી ફગાવી હતી.

આ પણ વાંચો :એરપોર્ટ અને જાહેર સ્થળો પર આતંકવાદી હુમલાની ધમકી, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર