Not Set/ વિશ્વની 100 શક્તિશાળી વ્યક્તિમાં વડાપ્રધાન મોદી, મમતા બેનર્જી અને અદાર પૂનાવાલા સામેલ

આ શ્રેણીઓમાં નેતાઓ, કલાકારો, અગ્રણીઓ, ચિહ્નો, ટાઇટન્સ અને શોધકોનો સમાવેશ થાય છે. આ તમામ કેટેગરીમાં વિશ્વભરના વિવિધ લોકોનો સમાવેશ થાય છે

Top Stories
MMM વિશ્વની 100 શક્તિશાળી વ્યક્તિમાં વડાપ્રધાન મોદી, મમતા બેનર્જી અને અદાર પૂનાવાલા સામેલ

જાણીતી મેગેઝીન ‘ટાઈમ’ એ વર્ષ 2021 માટે સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદી બહાર પાડી છે. મેગેઝીને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ સંસ્થાના સીઈઓ અદાર પૂનાવાલાને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મેગેઝીન 100 પ્રભાવશાળી લોકોની આ યાદીને 6 કેટેગરીમાં વહેંચી છે.

આ શ્રેણીઓમાં નેતાઓ, કલાકારો, અગ્રણીઓ, ચિહ્નો, ટાઇટન્સ અને શોધકોનો સમાવેશ થાય છે. આ તમામ કેટેગરીમાં વિશ્વભરના વિવિધ લોકોનો સમાવેશ થાય છે. ‘ટાઇમ’ મેગેઝિનની આ યાદી સૌથી શક્તિશાળી અને વિશ્વસનીય યાદી માનવામાં આવે છે. મેગેઝિનના સંપાદકો આ યાદી તૈયાર કરવા માટે સખત મહેનત કરે છે. આ સિવાય તેમાં સમાવિષ્ટ લોકોના શ્રેષ્ઠ કાર્યને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન આપવામાં આવે છે.

આ મેગેઝિનમાં ભારતીય-અમેરિકન પત્રકાર ફરીદ સાકરિયાએ લખ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટાયા ત્યારે ઘણા લોકોએ વિચાર્યું હતું કે ભારતમાં સામાજિક પછાતપણું આવશે. પરંતુ તેમણે ખૂબ જ એકાગ્રતાથી કંઈક અલગ કર્યું. તેમણે દેશને હિન્દુ રાષ્ટ્રવાદ તરફ લઇ ગયા. બરખા દત્તે મમતા બેનર્જી વિશે લખ્યું હતું કે 2 મેના રોજ મમતા બેનર્જી નરેન્દ્ર મોદીના વિસ્તરણવાદી નિશાન સામે દિવાલ બનીને ઉભા રહ્યા. ભારતીય જનતા પાર્ટી પાસે મસલ પાવર  અને પૈસા બંને હતા,તે છતાં પણ મમતા બેનર્જી ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

બરખા દત્તે આગળ લખ્યું કે ભારતીય રાજનીતિમાં અન્ય મહિલાઓની જેમ મમતા બેનર્જીની છબી ક્યારેય કોઈની પત્ની, માતા, પુત્રી કે સહકર્મચારી તરીકે રહયા નથી. તે ગરીબીમાં રહીને મોટા થયા,  તેમણે સ્ટેનોગ્રાફર અને મિલ્ક-બૂથ વેન્ડર તરીકે પણ કામ કર્યું જેથી તે તેના પરિવારને મદદ કરી શકે. મમતા બેનર્જી વિશે કહેવામાં આવે છે કે તે તૃણમૂલ કોંગ્રેસનું નેતૃત્વ કરતા નથી પરંતુ તે જ ટીએમસી  છે. સ્ટ્રીટ-ફાઇટરની છબી મમતા બેનર્જીની રહી છે.

પત્રકાર અભિષ્યંત કિદાંગુરે લખ્યું, ‘પૂનાવાલાએ મને માર્ચમાં કહ્યું હતું કે જો ઇતિહાસ તેની ક્રિયાઓનો ન્યાય કરે તો તેને કોઈ અફસોસ નથી.’ આ વર્ષે તેની સાથે ઘણી સમસ્યાઓ હતી. પુણેમાં તેના પ્લાન્ટમાં આગ લાગી હતી. ભારતમાં કાચા માલનો અભાવ હતો. પરંતુ તેણે એક મહાન કામ કર્યું