તહેવારની તૈયારી/ વડાપ્રધાન મોદીનું દિવાળી શિડ્યુલ તૈયાર, જવાનો સાથે ઉજવશે તહેવાર, ત્રણ રાજ્યોની લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દિવાળીનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે જેમાં તેઓ એક પછી એક ત્રણ રાજ્યોના પ્રવાસે જશે વડાપ્રધાન મોદીનું આ શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે

Top Stories India
5 27 વડાપ્રધાન મોદીનું દિવાળી શિડ્યુલ તૈયાર, જવાનો સાથે ઉજવશે તહેવાર, ત્રણ રાજ્યોની લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દિવાળીનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે જેમાં તેઓ એક પછી એક ત્રણ રાજ્યોના પ્રવાસે જશે. વડાપ્રધાન મોદીનું આ શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. પીએમ મોદી આ મહિનાના અંતમાં ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. 19-20 ઓક્ટોબરના રોજ, પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ 15,670 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ પછી, 21મીએ વહેલી સવારે પીએમ કેદારનાથ અને બદ્રીનાથના આધ્યાત્મિક સ્થળો પર જશે, જ્યાં તેઓ લગભગ 3500 કરોડ રૂપિયાના કનેક્ટિવિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ શ્રી કેદારનાથ મંદિર તેમજ શ્રી બદ્રીનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. કેદારનાથ અને બદ્રીનાથમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે. 22મીએ ઉત્તરાખંડથી પરત ફરશે. બાદમાં, પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લાભાર્થીઓના ગૃહ પ્રવેશ સમારોહમાં ભાગ લેશે. નોંધનીય છે કે પીએમ યુવાનોને અસર કરતા એક મહત્વના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

પીએમ મોદી 23મીએ અયોધ્યા પહોંચશે. તેઓ ભગવાન શ્રી રામલલા વિરાજમાનની પૂજા અને દર્શન કરશે અને ત્યાર બાદ તેઓ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની જગ્યાનું નિરીક્ષણ કરશે. અને ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકમાં હાજરી આપશે. વડા પ્રધાન સરયુ જીના નવા ઘાટ પર ભવ્ય આરતી પણ કરશે. અને ત્યારબાદ દીપોત્સવની ભવ્ય ઉજવણી થશે.

દિવાળીની વાત કરીએ તો એટલે કે 24 ઓક્ટોબરે દર વર્ષની જેમ આ વખતે પણ PM મોદી દેશના જવાનો સાથે દિવાળી મનાવશે. હકીકતમાં સરહદ પર દેશની રક્ષા કરતી વખતે, પીએમ મોદી દર વર્ષે તેમની સાથે દિવાળી ઉજવે છે, તે ધ્યાનમાં રાખીને કે સૈનિકો દિવાળી સુનીના રહે. આ વખતે પણ પીએમ મોદી તેમની સાથે રહીને દિવાળીનો તહેવાર ઉજવશે.