Political/ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષામાં ત્રૂટિનાં કારણે પ્રવાસ થયો રદ્

ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી કેટલાક કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. તેઓ પંજાબની મુલાકાતે હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી.

Top Stories India
PM Modi
  • વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક
  • ફિરોજપુરમાં આયોજિત પીએમની રેલી રદ
  • સુરક્ષા કારણોસર પીએમ મોદીનો પ્રવાસ રદ
  • ફ્લાયઓવર પર પીએમનો કાફલો રોકાયો
  • 15થી 20 મિનિટ સુધી કાફલો રોકાયેલો રહ્યો
  • પંજાબ સરકાર પાસે પ્રવાસની હતી જાણકારી
  • ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબનાં પ્રવાસે છે. વડાપ્રધાન બુધવારે ફિરોઝપુરમાં 42 હજાર 750 કરોડ રૂપિયાનાં ખર્ચની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. બુધવારે બપોરે PM મોદી વિમાન દ્વારા ભટિંડા ઉતર્યા અને ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફિરોઝપુર જિલ્લા માટે રવાના થયા, પરંતુ થોડી જ વારમાં એરપોર્ટ પરત ફર્યા હતા.

આ પણ વાંચો – Political / કર્ણાટક કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષનો કટાક્ષ- જો PM મોદી અને કેન્દ્રિય મંત્રીઓ રેલી કરી શકે તો અમે કેમ નહી?

ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી કેટલાક કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. તેઓ પંજાબની મુલાકાતે હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી. ચૂંટણી પ્રચાર સિવાય PM મોદી રાજ્યનાં લોકોને 42,750 કરોડ રૂપિયાનાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સ પણ આપવાના હતા. તેમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે, ફિરોઝપુર ખાતે પીજીઆઈ સેટેલાઇટ સેન્ટર અને કપૂરથલા-હોશિયારપુર ખાતે બે નવી મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે.

  • વડાપ્રધાનની સુરક્ષામાં રહી ત્રૂટિ
  • સુરક્ષાની ત્રૂટિના કારણે પ્રવાસ થયો રદ્
  • ફ્લાયઓવરબ્રિજ પર સુરક્ષા કાફલાને લાગ્યો સમય
  • વડાપ્રધાનના કાફલાને 15 મિનિટનો સમય લાગ્યો
  • અંતે વડાપ્રધાને પ્રવાસ કર્યો રદ્
  • પંજાબ સરકાર પાસે કેન્દ્રએ મંગાવ્યો રિપોર્ટ
  • જવાબદાર સામે કાર્યવાહી કરાશે
  • ફિરોઝપુરમાં પીએમની રેલીનું હતું આયોજન

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / એરિકા ફર્નાન્ડિસ અને તેની માતા કોરોના પોઝિટિવ, ડરેલી અભિનેત્રીએ કહ્યું- આ વસ્તુ પર બિલકુલ વિશ્વાસ ન કરો

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, PM સવારે ભટિંડા પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને ઓછી વિઝિબિલિટીનાં કારણે PM ને પહેલા 20 મિનિટ રાહ જોવી પડી હતી. પછી આકાશ ચોખ્ખું ન હોતું તે જોઈને તેમણે ત્યાં રોડ માર્ગે જવાનું નક્કી કર્યું. લગભગ 2 કલાક જેટલો સમય લાગવાનો હતો. પંજાબ પોલીસનાં DGP ને આ અંગે જાણ કરતા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સંમતિ લેવામાં આવી હતી. અગાઉ મંગળવારે, PMO એ માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર વિકાસ પ્રોજેક્ટ્સમાં અમૃતસર-ઉના સેક્શનને ચાર-માર્ગીકરણ અને મુકેરિયા-તલવાડા નવી બ્રોડગેજ રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીની આ મુલાકાત પાર્ટી માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી હતી.