ઉત્તરાખંડ,
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. પીએમ મોદી કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને પુનર્નિમાણ તેમજ વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરશે.
Uttarakhand: Prime Minister Narendra Modi arrives in Kedarnath. He will celebrate #Diwali here today. pic.twitter.com/ukPASyxVAp
— ANI (@ANI) November 7, 2018
અહીં ૨૦૧૩માં વિનાશકારી પૂર આવ્યું હતું. વડા પ્રધાન છેલ્લે ઓક્ટોબર ૨૦૧૭માં કેદારનાથ ગયા હતા. તેમની યાત્રા મંદિરના કપાટ ઠંડીમાં બંધ થવાના થોડા સમય પહેલા થઈ હતી. વડા પ્રધાન ત્રીજી વખત કેદારનાથ યાત્રા પર પહોંચ્યા છે.. પીએમ મોદીની મુલાકાતને લઇને તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન મોદીએ સિયાચીનના જવાનો સાથે દિવાળી ઊજવી હતી.
Uttarakhand: Prime Minister Narendra Modi reaches Kedarnath. He will celebrate #Diwali here today. pic.twitter.com/k4tcUnUiY8
— ANI (@ANI) November 7, 2018
દિવાળીના શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. બુધવારે સવારે ટ્વિટ કરીને પીએમ મોદીએ લખ્યું કે, તમામ દેશવાસીઓને દિવાળીને હાર્દિક શુભેચ્છા. પ્રકાશનું આ પાવન વર્ષ તમામ લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા.
દિવાળીના તહેવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને અને ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે. નેતન્યાહૂએ હિન્દી અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
Bibi, my friend, thank you so much for the Diwali wishes.
Every year, I visit our border areas and surprise our troops. This year too, will spend Diwali with our brave troops. Spending time with them is special.
I will share photos of the same tomorrow evening. 🙂 @netanyahu https://t.co/gnouOA3QGt
— Narendra Modi (@narendramodi) November 6, 2018
ઇઝરાયેલના વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે, ઈઝરાયેલના લોકો તરફથી હું મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. રોશનીના આ તહેવારમાં તમને ખુશી અને સમૃદ્ધિ મળે. મને એ જાણીને ખૂબ ખુશી થશે જો તમે આ ટ્વિટના જવાબમાં જણાવશો કે તમે કયા શહેરમાં દિવાળીનો તહેવાર મનાવશો.
