ઉજવણી/ વડાપ્રધાનનાં માતા આગામી બે દિવસમાં થશે 100 વર્ષનાં : પુત્ર નરેન્દ્ર લેશે આશીર્વાદ

વડનગરમાં હીરાબાનાં જન્મદિવસની ઉંજવણી તો ગાંધીનગરમાં એક રોડને પણ હીરાબાનું નામ આપવામાં આવશે.

Top Stories Gujarat Others
હીરાબા

આજેય ભારતીય અને વિશેષ ગુજરાતી ઘરમાં કોઈ 100 વર્ષના થાય ત્યારે તેની ખુશી અને ઉજવણી વિશેષ જ હોય છે. ત્યારે રાજ્યમાં તો દાયકાઓ સુધી મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન તરીકે જનસેવા કરનાર નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને 100 વર્ષ થઇ રહ્યા છે. હીરાબાનાં જન્મદિવસની ઉજવણી રાજ્યભરમાં થાય તે સહજ છે. સતત દેશ વિદેશમાં પ્રવાસ કરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 100માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા તેમના માતા હીરાબા નાં આશીર્વાદ લે તેવી ચર્ચાઓ થઇ રહી છે. માતા હીરાબા માટે  દેશના વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને સમયાંતરે પીએમ મોદી તેમને મળવા આવતા રહે છે. એટલું જ નહીં પોતાના જન્મદિવસે પણ તેઓ માતાના આશીર્વાદ લેવા આવવાનું ચૂકતા નથી. સરકારના સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદી શુક્રવારે સાંજે અમદાવાદ આવશે. સરકારના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે PM શનિવારે ગાંધીનગરમાં પોતાના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હીરાબાની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

મળતી વિગત અનુસાર વડાપ્રધાન 18 મી તારીખે ગુજરાતના પ્રવાસે છે. આથી તેમના માતાના જન્મદિવસે આશીર્વાદ લેવાનું કેવી રીતે ચુકી શકે? વડોદરામાં પીએમ એક રેલીને સંબોધશે અને અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, શનિવારે પીએમ મોદીના વતન વડનગરમાં હીરાબાના જન્મદિવસની ભવ્ય  ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરમાં શનિવારે સાંજે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના સૂત્રોએ જણાવ્યું કે હીરાબા આ કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે પીએમ મોદી વડોદરાથી દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે. હાટકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન અને વડનગરના લોકોને હીરાબાના જન્મદિવસની ઉજવણીના યજમાન બનાવવામાં આવ્યા છે. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે, અમે ‘સુંદરકાંડ’, શિવ પ્રાર્થના અને ભજનોનું આયોજન કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં પધારવા માટે દરેકને આમંત્રણ છે.” એટલું જ નહીં ગાંધીનગરમાં એક રોડને પણ હીરાબાનું નામ આપવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પેટ્રોલ 233 રૂપિયા પ્રતિ લીટર, એક દિવસમાં 24 રૂપિયાનો ભાવ વધારો