Cricket/ ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ પૃથ્વીએ બતાવ્યો શો, બનાવ્યો રેકોર્ડ

યુવા અને મોસ્ટ ટેલેન્ટેડ ખેલાડી પૃથ્વી શો ને જ્યારથી ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે, ત્યારથી તે ક્રિકેટનાં મેદાનમાં આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.

Sports
ગરમી 36 ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ પૃથ્વીએ બતાવ્યો શો, બનાવ્યો રેકોર્ડ

યુવા અને મોસ્ટ ટેલેન્ટેડ ખેલાડી પૃથ્વી શો ને જ્યારથી ટેસ્ટ ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે, ત્યારથી તે ક્રિકેટનાં મેદાનમાં આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. તે સતત રનનો વરસાદ કરી રહ્યો છે. તેણે તેની શાનદાર બેટિંગનાં કારણે વિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલમાં મુંબઈને પહોંચાડ્યુ છે અને હવે તેણે કર્ણાટક સામેની સેમિફાઇનલમાં રેકોર્ડ બ્રેકિંગ સદી ફટકારી છે.

Cricket / IPL ની બ્રાન્ડ વેલ્યુને લાગી કોરોનાની નજર, 6 વર્ષમાં પહેલીવાર થયુ આવુ

પૃથ્વીએ કર્ણાટક સામે આક્રમક ઇનિંગ્સ રમીને માત્ર પોતાની સદી જ પૂરી નહોતી કરી, પરંતુ ઘરેલુ ટૂર્નામેન્ટમાં મયંક અગ્રવાલ દ્વારા બનાવેલો રેકોર્ડ પણ તોડ્યો છે. વર્તમાન વિજય હઝારે ટ્રોફી સીઝનમાં પૃથ્વીએ 725 થી વધુ રન નોંધાવ્યા છે જ્યારે મયંક અગ્રવાલ પાસે આ ઘરેલુ ટૂર્નામેન્ટની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

Cricket / ભારતનાં કયા ખેલાડીએ કર્યો 2025 માં ‘Best ક્રિકેટર’ બનવાનો દાવો?

અગ્રવાલે 2017-18 ની વિજય હઝારે ટ્રોફી સીઝનમાં રમાયેલી 8 મેચમાં 723 રન બનાવ્યા હતા, પરંતુ પૃથ્વીએ હાલની સીઝનમાં રમાયેલી 7 મેચોમાં 725 થી વધુ રન બનાવીને આ મોટો રેકોર્ડ હાંસલ કર્યો છે. અહીં પાલમ એ સ્ટેડિયમમાં કર્ણાટક સામે પૃથ્વી શો એ બીજી સેમીફાઇનલમાં સદી ફટકારી હતી. શો એ કર્ણાટક સામે માત્ર 12 ચોક્કા અને 3 છક્કાની મદદથી માત્ર 79 બોલમાં સદી પૂરી કરી હતી. 21 વર્ષનાં શો એ 172 બોલમાં 7 ચોક્કા અને 7 છક્કાની મદદથી માત્ર 122 બોલમાં 165 રન બનાવ્યા હતા. તેની ઇનિંગનાં કારણે, મુંબઈએ 45 ઓવરમાં 4 વિકેટે 286 રનનો મોટો સ્કોર બનાવ્યો.

Cricket / ICC ની ટેસ્ટ રેકિંગમાં પહેલીવાર ટોપ 10 માં રિષભ પંત

79 બોલમાં બનાવી સદી

21 વર્ષિય પૃથ્વી શો એ 79 બોલમાં સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 3 છક્કા અને 12 ચોક્કા ફટકાર્યા હતા. અંતે તેણે 122 બોલમાં 165 રન બનાવ્યા હતા. તે મધ્યમ ઝડપી બોલર વિજયકુમાર વ્યશક દ્વારા LBW આઉટ થયો હતો. કર્ણકટનાં વ્યશકે સૌથી વધુ 4 અને વિખ્યાત કૃષ્ણાએ 3 વિકેટ લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ