Bollywood/ પ્રિયંકા ચોપડાએ પતિને આપી સરપ્રાઇઝ, નિક એક અંધારાવાળી રૂમમાં ઉભો છે અને લાઇટ ચાલુ કરવા આગળ વધે છે ત્યારે…

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા ફક્ત દેશ જ નહીં વિદેશમાં પણ ખૂબ નામ કમાઇ રહી છે. હોલીવૂડમાં પ્રવેશ્યા પછી પ્રિયંકા ચોપડા જોનાસની દુનિયાભરમાં ફેન-ફોલોઇંગ વધી છે. તે અને તેના પતિ નિક જોનાસ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રિયંકા પણ તેના પતિ નિક જોનાસ સાથે ઘણી તસવીરો શેર કરે છે. આ વખતે […]

Entertainment
nick પ્રિયંકા ચોપડાએ પતિને આપી સરપ્રાઇઝ, નિક એક અંધારાવાળી રૂમમાં ઉભો છે અને લાઇટ ચાલુ કરવા આગળ વધે છે ત્યારે...

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા ફક્ત દેશ જ નહીં વિદેશમાં પણ ખૂબ નામ કમાઇ રહી છે. હોલીવૂડમાં પ્રવેશ્યા પછી પ્રિયંકા ચોપડા જોનાસની દુનિયાભરમાં ફેન-ફોલોઇંગ વધી છે. તે અને તેના પતિ નિક જોનાસ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રિયંકા પણ તેના પતિ નિક જોનાસ સાથે ઘણી તસવીરો શેર કરે છે. આ વખતે નિક જોનાસે એક વીડિયો શેર કર્યો છે.

પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જણાવી દઈએ કે આ વીડિયો દ્વારા નિક પ્રિયંકાનો આભાર માનવા માંગે છે. ફરી એકવાર તેના ચાહકો નિક માટે પ્રિયંકાના આ પ્રેમને જોઈને ખૂબ જ આનંદિત થયા છે અને વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by NICK JONɅS (@nickjonas)


ખરેખર પ્રિયંકાએ નિકના ઘરે પાછા ફરવાની ખુશીમાં આશ્ચર્યજનક સરપ્રાઇઝનો પ્લાન કર્યો છે. નિકે આ વીડિયો શેર કરીને પ્રિયંકાનો આભાર માન્યો છે. વીડિયોની સાથે જ નિકે તેની પત્ની માટે ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. નિકના અંદાજને તેના ચાહકો ખૂબ ખુશ જોઇ રહ્યા છે.

કરીના કપૂરના બીજા બાળકનું નામ ટ્રેન્ડ થયું, ચાહકો કહી રહ્યા છે ‘ઐરંગઝેબ’ તો નહીં રાખોને..

નિક જોનાસે કેપ્શનમાં લખ્યું છે કે મારી પત્નીએ મને આજે એક ખાસ સરપ્રાઇઝ આપી છે, આભાર પ્રિયંકા .. તમે સૌથી શ્રેષ્ઠ છો ‘આ પછી નિકે લખ્યું,’ ચાલો જોઈએ સરપ્રાઇઝ શું છે ‘. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નિક એક અંધારાવાળી રૂમમાં ઉભો છે અને લાઇટ ચાલુ કરવા આગળ વધે છે. વીડિયોમાં તેણે બતાવ્યું કે તેનો રુમ શણગારવામાં આવ્યો છે. બે ફુગ્ગાઓ પર લખ્યું છે ‘સેટરડે નાઇટ લાઇવ’ અને ‘મુબારક નિક’ આ જોયા પછી નિક હસે છે અને કહે છે, “આ ખૂબ સરસ છે, આભાર બેબી.”

પ્રિયંકા-નિક બોલિવૂડ અને હોલીવૂડના પ્રિય કપલ્સમાંથી એક છે. તાજેતરમાં જ પ્રિયંકાની કિતાબ અનફિનિશ્ડ રિલીઝ થઇ હતી, બાદમાં તેના વિશે ઘણી ચર્ચા થઈ છે.