1997 ની ફિલ્મ પરદેસથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી મહિમા ચૌધરીએ છેલ્લા બે દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વસ્તુઓ કેવી રીતે બદલાઈ છે તે અંગેની વાત પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. મહિમાએ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું હતું કે, હવે ઇન્ડસ્ટ્રી હવે એ સ્થિતિમાં પહોચી ગઈ છે કે, જ્યાં મહિલા કલાકાર પણ શોટ્સમાં પોતાનું યોગ્ય યોગદાન આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અભિનેત્રીઓને વધુ સારી ભૂમિકાઓ અને સારો પગાર મળી રહ્યો છે અને તે જોઈને હું ખુશ છું, કારણ કે તેઓ શક્તિશાળી સ્થિતિમાં છે.
દિલ હૈ તુમ્હારા વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, તેમની પાસે પહેલાની સરખામણીમાં લાંબી શેલ્ફ લાઇફ છે. પહેલાના સમયમાં, જ્યારે તમે કોઈને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારે લોકો તમારાથી દૂર થઈ જશે કારણ કે તે માત્ર કુંવારી છોકરીઓને લેવા માંગતા હતા જેણે ચુંબન ન કર્યું હોય. જો તમે લગ્ન કર્યા હોય તો કામ કરવાનું ભૂલી જાઓ, તમારી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે અને જો તમને બાળક હોય તો કારકિર્દીમાં સમાપ્ત થઇ જાય છે.
મહિમા ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે, માત્ર અભિનેત્રીઓ જ નહીં પણ ગોવિંદા અને આમિર ખાન જેવા કલાકારોએ પણ તેમના લગ્નજીવનને છુપાવ્યું હતું.
View this post on Instagram
મહિમાએ કહ્યું, જ્યારે કયામત સે કયામત તક ફિલ્મ આવી ત્યારે પણ અમને ખબર નહોતી કે ગોવિંદા પરણિત છે. લોકોએ તેમના બાળકોની તસવીરો ન બતાવી ન હતી કારણ કે તેનાથી તેમની ઉંમર ખબર પડી જતી હતી. આ બધી વસ્તુઓ હવે ખરેખર બદલાઈ ગઈ છે.
મહિમાએ વધુમાં કહ્યું હતું કે, હવે લોકો મહિલાઓને અલગ અલગ ભૂમિકામાં સ્વીકારી રહ્યા છે. અભિનેત્રીની અંગત જિંદગીને પણ ઉજવવામાં આવતી હતી. ઘણા પુરુષ અભિનેતાઓ પણ પહેલા તેમના સંબંધને છુપાવતા હતા. તેમની ફિલ્મ રિલીઝ થયા પછી અથવા ઘણા વર્ષો પછી અમને ખબર પડી કે તેના લગ્ન ક્યારે અને કેવી રીતે થયા.