Not Set/ પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર નરસંહારના પીડિતો સાથે કરી મુલાકાત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોનભદ્રના ઉંભા ગામ પહોંચ્યા છે. અહીં તે પીડિતોનાં પરિવારોને આપેલું પોતાનું વચન પૂરું કરવા પહોંચ્યા છે, તેમણે પીડિતોને ખાતરી આપી હતી કે તે ઉંભા ગામ આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ઉંભા ગામમાં જમીન માટે 10 ગોંડ આદિવાસીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ અગાઉ મંગળવારે વારાણસી એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકરોને મળ્યા […]

Top Stories
Priyanka Gandhi1 પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર નરસંહારના પીડિતો સાથે કરી મુલાકાત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોનભદ્રના ઉંભા ગામ પહોંચ્યા છે. અહીં તે પીડિતોનાં પરિવારોને આપેલું પોતાનું વચન પૂરું કરવા પહોંચ્યા છે, તેમણે પીડિતોને ખાતરી આપી હતી કે તે ઉંભા ગામ આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ઉંભા ગામમાં જમીન માટે 10 ગોંડ આદિવાસીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

Priyanka Gandhi2 પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર નરસંહારના પીડિતો સાથે કરી મુલાકાત

આ અગાઉ મંગળવારે વારાણસી એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા અને તે પછી સોનભદ્ર જિલ્લાના ઉંભા ગામ જવા રવાના થયા હતા. જેવી તેની કાર મિરઝાપુરના નારાયણપુર પહોંચી ત્યારે લોકોને જોઈને તેમણે કાર રોકાવી હતી આ સમય દરમિયાન, ત્યાં ઉભેલી મહિલાઓએ પ્રિયંકાને આવકારી હતી.

Priyanka Gandhi 3 પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર નરસંહારના પીડિતો સાથે કરી મુલાકાત

આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે મેં ચુનારના કિલ્લા પર મને મળવા આવેલા ઉંભા ગામના પીડિત પરિવારોના સભ્યોને વચન આપ્યું હતું કે હું તેમના ગામ આવીશ. આજે હું ઉંભા ગામની બહેનો, ભાઈઓ અને બાળકોને મળવા, સાંભળવા, તેમનો સંઘર્ષમાં સહભાગી થવા જઈ રહી છું.

આજે હું ઉંભા ગામની બહેનો-ભાઈઓ અને બાળકોને મળવા જઇ રહી છું’,  તેમની સુખાકારી, તેમનો સંઘર્ષ સહભાગી થવા જઈ રહી છું.

Priyanka Gandhi 1 પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર નરસંહારના પીડિતો સાથે કરી મુલાકાત

આપને જણાવી દઈએ કે, 17 જુલાઈના રોજ ઉંભા ગામમાં જમીનનો કબજો મેળવવા માટે નરસંહાર થયો હતો. તેમાં દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને તેમાં 28 લોકો ઘાયલ થયા હતા. ઘટનાના બે દિવસ પછી 19 જુલાઈએ પ્રિયંકા વાડ્રા પીડિતોને મળવા આવી રહી હતી. રસ્તામાં તેને નારાયણપુરમાં અટકાવી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન તે ત્યાં ધરણા પર બેઠી હતી. આ પછી તેને નારાયણપુરથી ચુનારાના ગેસ્ટહાઉસમાં લઈ જવામાં આવી હતી.  જ્યાં તેણે રાત પસાર કરી.  અને ત્યાં  પોહચેલી ઉંભા ગામની મહિલાઓને મળી તેઓ  પરત ફર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.