વિરોધ/ ઈડરના સાપાવાડા ગામે ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવા બાબતે વિરોધ સર્જાયો

  @જય સુરતી,સાબરકાંઠા. ઈડરના સાપાવાડા ગામે ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવા બાબતે વિરોધ સર્જાયો.     સાપાવાડા ગામના એક રહીશે પોતાના માલિકીના પ્લોટમાં ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ઉભો કરવા ગ્રામ પંચાયતની પૂવૅ મંજૂરી માગવામાં આવી હતી પરંતુ આ બાબતની જાણ પ્લોટની આજુબાજુના વિસ્તારના રહીશોને થતાં કેટલાક રહીશોએ આનો વિરોધ દર્શાવ્યો હતો અને સ્થાનિક ગ્રામ […]

Gujarat
IMG 20210703 WA0167 ઈડરના સાપાવાડા ગામે ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવા બાબતે વિરોધ સર્જાયો

 

@જય સુરતી,સાબરકાંઠા.

ઈડરના સાપાવાડા ગામે ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવા બાબતે વિરોધ સર્જાયો.

 

 

સાપાવાડા ગામના એક રહીશે પોતાના માલિકીના પ્લોટમાં ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ઉભો કરવા ગ્રામ પંચાયતની પૂવૅ મંજૂરી માગવામાં આવી હતી પરંતુ આ બાબતની જાણ પ્લોટની આજુબાજુના વિસ્તારના રહીશોને થતાં કેટલાક રહીશોએ આનો વિરોધ દર્શાવ્યો હતો અને સ્થાનિક ગ્રામ પંચાયતમાં વાંધા અરજી પણ આપી હતી ત્યારબાદ સ્થાનિક રહીશોએ કલેક્ટર,નાયબ કલેકટર તથા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખીતમા રજૂઆત કરાઇ હતી

જયારે આ લોકોની માંગ હતી કે ટાવર રહેણાંક વિસ્તારની નજીક ઉભો કરી શકાય નહીં કારણ કે આજુબાજુ વૃદ્ધો,નાના બાળકો,પશુ, પક્ષીઓને રેડિએશનથી વિપરીત અસર થાય તેમ છે અને તેઓના આરોગ્ય સામે સતત ખતરો રહેશે જેથી ટાવર અન્યત્ર જગ્યાએ ઊભો કરવો અને રહેણાંક વિસ્તારમાં હેતુ ફેર કર્યા સિવાય ટાવર ઉભો થઈ શકે તેમ નથી જેથી આ બાબતે શરત ભંગ થતો હોવાની અરજદારો દ્વારા રજૂઆત કરાઇ હતી

આ રજૂઆત બાદ તંત્ર દોડતું થયું હતું અને તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જવાનપુરા ગામપંચાયતના તલાટીએ સ્થળ તપાસ કરી સત્વરે આ ટાવરનું કામ બંધ કરવા સુચના અપાઇ હતી છતાં કામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેને કારણે રોષે ભરાયેલા અરજદારોએ શુક્રવારે આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો અને ટાવરનું કામ બંધ કરી ટાવર માટે ખોદેલો વિશાળ ખાડો સત્વરે પુરી દેવા માંગ કરાઇ હતી આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી ધવલ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્લોટ માલિક દ્વારા ટાવર ઉભો કરવા પૂવૅ મંજૂરી માગવામાં આવી હતી.

પરંતુ મંજુરીમાં કેટલાકે સમર્થન આપ્યું હતું અને કેટલાકે વાંધો દશૉવ્યો હતો પરંતુ પંચાયત દ્વારા સમગ્ર પ્રકરણમાં નિવેડો ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવા સૂચના અપાઈ હતી તેમ છતાં કામ શરૂ રહેતા આખરે આ બાબતે શરતભંગની કાર્યવાહી માટે દરખાસ્ત કરવા તજવીજ હાથ ધરાઇ છે.