Not Set/ રાજકોટ/ LRD ભરતી પ્રક્રિયામાં અન્યાય મુદ્દે, ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભા

ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે  ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે આંદોલન રાજકોટમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ અને રબારી સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણેય સમાજના લોકો રાજકોટમાં મોટી સંખ્યામાં […]

Gujarat Rajkot
માલધારી રેલી રાજકોટ/ LRD ભરતી પ્રક્રિયામાં અન્યાય મુદ્દે, ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભા
  • ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભા
  • મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા
  • કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે
  •  ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે આંદોલન

રાજકોટમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ અને રબારી સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણેય સમાજના લોકો રાજકોટમાં મોટી સંખ્યામાં અભેગા થયા છે. ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભા સંબોધવામાં આવી રહી છે.  સભા બાદ રેલી કાઢવામાં આવશે. પરંતુ રેલીની મંજૂરી મળી નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.  મોરબી રોડથી કલેક્ટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ રેલી કાઢશે. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.