drawing/ આ ચિત્રકારે જૈન કેલેન્ડર માટે દોર્યા અદ્ભુત બોલતા ચિત્રો, આવો જોઈએ…

જૈન  હાલના આધુનિક જમાનામાં પણ કેલેન્ડરમાં છપાતા ચિત્રોનું અનેરું મહત્વ હોય છે ત્યારે ભુજના ચિત્રકારે પીંછી અને રંગોની મદદથી વિરહ અને વીતરાગના ચિત્રો રજૂ કરી લોકોના મન મોહી લીધા છે

Top Stories Gujarat Others
godhara 3 આ ચિત્રકારે જૈન કેલેન્ડર માટે દોર્યા અદ્ભુત બોલતા ચિત્રો, આવો જોઈએ...

@કૌશિક છાયા, કચ્છ

જૈન  હાલના આધુનિક જમાનામાં પણ કેલેન્ડરમાં છપાતા ચિત્રોનું અનેરું મહત્વ હોય છે. ત્યારે ભુજના ચિત્રકારે પીંછી અને રંગોની મદદથી વિરહ અને વીતરાગના ચિત્રો રજૂ કરી લોકોના મન મોહી લીધા છે. જૈન ધર્મના મહાન તીર્થંકર ભગવાન નેમિનાથ અને રાજુલની એક એવી વાત જે જાહેર નથી,છતાં સત્ય છે ત્યારે ચિત્રના માધ્યમથી આ વાત લોકો સમક્ષ રજુ કરવાનો પ્રયોગ કરાયો છે.

ભુજના ચિત્રકાર નવીનભાઈ સોનીએ જૈન ધર્મ માટે બારમાસી કેલેન્ડરના 12 ચિત્રો દોર્યા છે જેમાં 12 ચિત્રોની મદદથી નેમ- રાજુલની વાત રજૂ કરાઈ છે. નાસિક ધર્મતીર્થ ચક્રની ઇચ્છાથી નવીન સોનીએ કૌશાબી તીર્થના ચરિત્રોને પુન જીવિત કરીને બારમાસના 12 ચિત્રો દોર્યા છે. જેમાં કલ્પનાનો ધોધ દેખાય છે,શાસ્ત્રોમાં ક્યાંય સૌંદર્ય અને શણગારને મહત્વ નથી પરંતુ આ ચિત્રોમાં કુદરતી આભૂષણો રજૂ થયા છે. જે ખાસ બાબત છે. ચિત્રકારે પીંછીના લસરકે આખું કૌશાબી નગર ઉભું કરી દીધું છે,દરેક ચિત્રમાં સાધનામાં લીન ભગવાન નેમિનાથ નજરે પડે છે.

જો ચિત્ર પાછળની વાર્તાની વાત કરીએ તો,ભગવાન નેમિનાથે સંયમનો માર્ગ નહોતો લીધો, તેઓ રાજકુંવર હતા ત્યારે જૂનાગઢ રાજુલના ઘરે જાન લઈને ગયા, પરંતુ લગ્નમાં જાનૈયાને જમાડવા પશુઓને રહેંસી નખાયા, જેની મરણ ચિચિયારીઓથી વ્યથિત બનેલા નેમિનાથે લગ્ન કરવાના બદલે ગિરનારનો  માર્ગ પકડ્યો ત્યારથી રાજુલના ભાગે આવ્યું વિરહ, ચિત્રકાર નવિન સોનીએ આ વિરહ કારતકથી લઈને આસો સુધીના કેલેન્ડરમાં ઋતુ પ્રમાણે રજૂ કર્યું છે, જેથી આ કેલેન્ડર માત્ર કેલેન્ડર નહિ પરંતુ બોલતું પુસ્તક છે આ ચિત્રો નાસિક મુકવામાં આવશે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…