Ahmedabad/ ચૂંટણી પહેલા જનતામાં રોષ, રોડ નહી તો વોટ નહીનાં લગાવ્યાં બેનર

અમદાવાદમાં હવે કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો માટે નામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે

Ahmedabad Gujarat
PICTURE 4 45 ચૂંટણી પહેલા જનતામાં રોષ, રોડ નહી તો વોટ નહીનાં લગાવ્યાં બેનર

અમદાવાદમાં હવે કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો માટે નામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ઇલેક્શન આવે તે પહેલાં જ અમદાવાદનાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં ખરાબ કામ કે નહી કરવામાં આવેલ કામ કે પછી કામમાં ઢીલાશ રાખી હોવાની ઘણા લોકો ફરિયાદો કરી રહ્યા છે. વળી હવે અમદાવાદનાં નવા નરોડા ખાતે સોસાયટી બહાર વિરોધ નાં બેનર લગાવવામાં આવ્યા છે.  જેમાં લખવામાં આવ્યુ છે કે, રોડ નહીં તો વોટ નહીં. આ પ્રમાણે લખેલા બેનરો સાથે સ્થાનિક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્રણ વર્ષથી રોડ ન બનતા સ્થાનિકો ગુસ્સે ભરાયા છે અને તેઓ આ રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વોટ માંગવા માટે કોર્પોરેટરોને આવવું નહીં કારણ કે જ્યાં સુધી સ્થાનિકોનાં કામ નહીં થાય ત્યાં સુધી વોટ નહીં મળે તેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો