IND vs SA/ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી પૂજારા અને રહાણેની છુટ્ટી નક્કી

ભારતનાં ભૂતપૂર્વ મહાન બેટ્સમેન અને વર્તમાન ક્રિકેટ નિષ્ણાત સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરવામાં આવશે.

Sports
IND vs SA

ભારતનાં ભૂતપૂર્વ મહાન બેટ્સમેન અને વર્તમાન ક્રિકેટ નિષ્ણાત સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરવામાં આવશે. ગાવસ્કરે એ પણ જણાવ્યું છે કે, આ ખેલાડીઓની જગ્યાએ કયા બે ખેલાડી છે, જે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવામાં સફળ થશે. પૂજારા અને રહાણે લાંબા સમયથી ફ્લોપ રહ્યા છે. કેટલીક ઇનિંગ્સને બાદ કરતાં તે મોટા ભાગનાં પ્રસંગોમાં રન બનાવી શક્યો નથી.

આ પણ વાંચો – ઈતિહાસ રચ્યો / ગુજરાતની આ બેડમિન્ટન ખેલાડી તે કરી બતાવ્યુ જે પીવી સિંધુ અને સાઇના નેહવાલ પણ નથી કરી શક્યા

બન્ને દિગ્ગજ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં રન બનાવી શક્યા નથી. આ પ્રવાસમાં અજિંક્ય રહાણેએ 6 ઇનિંગ્સમાં 136 રન અને ચેતેશ્વર પૂજારાએ 6 ઇનિંગ્સમાં માત્ર 124 રન બનાવ્યા છે. આ સીરીઝમાં બન્ને બેટ્સમેનોએ એક-એક અડધી સદી પણ ફટકારી છે, પરંતુ આ બેટ્સમેન માટે આ આંકડા નકામા છે. આ જ કારણ છે કે સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, બન્ને ખેલાડીઓ પોતપોતાની જગ્યા ગુમાવશે. કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, “મને લાગે છે કે માત્ર અજિંક્ય રહાણે જ નહીં, પરંતુ ચેતેશ્વર પૂજારા પણ ટીમમાંથી બહાર થઈ જશે. શ્રેયસ અય્યરને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં તક મળી અને શાનદાર સદી ફટકારી. તેણે સમગ્ર સીરીઝમાં સારા રન બનાવ્યા હતા, તેથી મને લાગે છે કે પ્લેઈંગ ઈલેવનમાં બે સ્લોટ હશે.” ભારત અને શ્રીલંકા વચ્ચે 25 ફેબ્રુઆરીથી બેંગલુરુમાં બે ટેસ્ટ મેચની સીરીઝ શરૂ થવાની છે. આ સીરીઝમાં પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર થશે. રોહિત શર્મા પુનરાગમન કરશે અને આવી સ્થિતિમાં પુજારા અને રહાણેએ યુવા ખેલાડીઓને તક આપવા માટે આઉટ થવું પડશે.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કા માટે નામાંકનની પ્રક્રીયા શરૂ,58 બેઠકો પર થશે મતદાન

ગાવસ્કરનું કહેવું છે કે, હનુમા વિહારી અને શ્રેયસ અય્યર ત્રીજા અને પાંચમા સ્થાને રમી શકે છે. “મને લાગે છે કે પૂજારા અને રહાણે બન્નેને શ્રીલંકા સીરીઝ માટે બહાર કરવામાં આવશે. અય્યર અને વિહારી બન્ને રમશે. આપણે જોવાનું રહેશે કે નંબર 3 પર કોણ રમે છે. પૂજારાનું સ્થાન હનુમા વિહારી લઈ શકે છે. અને રહાણેની જગ્યાએ શ્રેયસ ઐયર નંબર 5 પર હોઈ શકે છે. પરંતુ આપણે એ જોવાનું રહેશે કે પ્લેઈંગ ઈલેવન કેવી હશે. તેમ છતાં, મને લાગે છે કે શ્રીલંકા સામે ચોક્કસપણે બે સ્લોટ ખાલી રહેશે.”