Not Set/ રાજકીય સન્માન સાથે આજે થશે પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર

કર્ણાટકના વિવિધ શહેરોમાં ખાસ કરીને બેંગલુરુ અને મૈસુરમાં પુનીત રાજકુમારના ઘણા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આમાંના ઘણા પોસ્ટરોમાં પુનીત…

Top Stories Entertainment
પુનીત રાજકુમારના

કન્નડ અભિનેતા પુનીત રાજકુમારના આકસ્મિક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. ચાહકોએ બેંગલુરુની મુખ્ય શેરીઓ પર અને મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિર તરફ જવાના માર્ગ પર અભિનેતાના વિશાળ પોસ્ટર લગાવ્યા છે, તેમના પર ફૂલોની માળા લગાવવામાં આવી છે. “અપ્પુ”, “વીરા કન્નડીગા” અને “મૌર્ય” જેવી ફિલ્મો માટે જાણીતા પુનીત રાજકુમારનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે બેંગલુરુની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. પુનીત રાજકુમાર દિવંગત અભિનેતા રાજકુમારના પુત્ર હતા.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને પુનીત રાજકુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, કહ્યું – દુ:ખ શબ્દોમાં…

કર્ણાટકના વિવિધ શહેરોમાં ખાસ કરીને બેંગલુરુ અને મૈસુરમાં અભિનેતાના ઘણા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આમાંના ઘણા પોસ્ટરોમાં પુનીત રાજકુમાર હસતો જોવા મળે છે, જ્યારે ઘણા પોસ્ટરમાં તેના દિવંગત પિતા અને તેના સમયના પ્રખ્યાત અભિનેતા રાજકુમારની તસવીરો પણ છે.

મળતી માહિતી અનુસાર, પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર 11 વાગ્યા સુધીમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને કાંતીરવા સ્ટેડિયમથી કાંતીરવા સ્ટુડિયો સુધી લઈ જવા માટે જાહેર સરઘસ કાઢવામાં આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :જાણો, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ બધાઈ દો ક્યારે થશે રિલીઝ

પુનિત રાજકુમારની વિદાઈ રાજકીય સન્માનથી થવી જોઈએ અને ઈજ્જતથી તેમને વિદા કરવામાં આવવા જોઈએ આજ કારણથી કર્ણાટક સરકારે ત્રણ દિવસ સુધી દા!રૂની દરેક દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે શુક્રવાર બપોરે બે વાગ્યે પુનિત રાજકુમારના મૃ!ત્યુની ખબર આવી હતી ત્યારે જ સરકારના ઓર્ડર્સ આવી ગયા હતા બપોરે 3:00 થી દા!રૂની દરેક દુકાનો બંધ કરવામાં આવી જોઈએ અને 31 ઓક્ટોબર રાત સુધી દારૂની બધી દુકાનો બંધ રહેવી જોઈએ.

આવા ઓર્ડર્સ પહેલાં જયલલિતા અને કરુણા દેહદીના અવસાન સમયે લેવામાં આવ્યા હતા અને હમણાં પુનિત રાજકુમારના અવસાન સમયે પણ આવો જ ઓર્ડર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે પૂરા બેંગ્લોરમાં દા!રૂની દુકાન જ નહીં પરંતું જે જગ્યાએ દા!રૂનો વપરાશ થતો હોય તે બધી જગ્યાએ ત્રણ દિવસ માટે તેનો વેચાણ કરવામાં આવશે નહીં શરા!બ ઉપર ત્રણ દિવસ સુધી પાબંદી લગાવવામાં આવી છે.

પુનીતની પુત્રીની અમેરિકાથી આવે તેની રાહ જોઈ હતી જેથી તેણી તેના પિતાની અંતિમ દર્શન કરી શકે. તેમની પુત્રી ધ્રુતિ શનિવારે બપોરે 1 વાગ્યે અમેરિકાથી દિલ્હી આવી હતી. ત્યાર બાદ ત્યાંથી ફ્લાઈટથી સાંજે 5 વાગ્યા સુધીમાં બેંગ્લોર આવી ગઈ હતી. ધ્રુતિના પિતાને અંતિમ વિદાય આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :પુનીત રાજકુમારનાં નિધન બાદ તેમના ડાય-હાર્ટ ફેને કરી આત્મહત્યા, અન્ય બે ને આવ્યો Heart Attack

પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર પહેલા શનિવારે થવાના હતા. પરંતુ ફેન્સની ભીડ જોઈને કર્ણાટકના મુખ્યમંત્રીએ બાદમાં જાહેરાત કરી કે અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે. જેથી ફેન્સ તેમના સુપરસ્ટારની છેલ્લી ઝલક જોઈ શકે.

સાઉથની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સે પણ પુનીતને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો :  આ ફિલ્મોએ કલાકારોની ડૂબતી નૈયાને કિનારે લગાવી હતી

આ પણ વાંચો : આર્યન ખાને કેવી રીતે વિતાવ્યા જેલના 22 દિવસ,જાણો સમગ્ર વિગતો