Not Set/ ભારતના નકશા સાથે ચેડાં કરનારાને સજા હોય – માફી નહિ

ટ્‌વીટરનું આ બીજું કૃત્ય છે તેને યોગ્ય સજા થવી જાેઈ તેવું મોટાભાગના નિષ્ણાતો કહે છે

India Trending
tweeter 3 ભારતના નકશા સાથે ચેડાં કરનારાને સજા હોય - માફી નહિ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

સંસ્થા વ્યક્તિ કે કંપની છે કે પછી તેના ગમે તેટલા યુઝર્સ હોય તેની બધી ભૂલ માફ થઈ શકે પરંતુ રાષ્ટ્રની એકતા અખંડીતતા કે સાર્વભૌમત્વ સાથે ચેડાં કરતી ભૂલ માફ થઈ શકે નહિ. ભારતમાં કામગીરી કરી કમાણી કરતી કે નભતી કોઈપણ વ્યક્તિએ ભારતના કાયદાને માન આપવું જ જાેઈએ. ભારતના નિયમો પાળવા જ જાેઈએ. કોઈ બાબતમાં અન્યાય લાગે તો ભારતીય કાયદા મુજબ કોર્ટમાં પડકારવાની છૂટ છે જ તેમાં બેમત નથી. પરંતુ તે વ્યક્તિસ્વાતંત્ર્ય કે સંસ્થા કે કોઈપણ પ્રકારના સ્વાતંત્ર્યના નામે ગમે તેવું વર્તન કરવાનો તો બિલકુલ અધિકાર નથી. ભારતમાં લોકશાહી છે, હતી અને રહેશે. લોકશાહીનું ચિરહરણ કરવાનો ધંધો કોઈ રાજકારણી કે અન્ય લાંબા સમય સુધી કરી શકતો નથી. અખબારી આઝાદી અને વિપક્ષને કચડનારના ભૂતકાળમાં કેવા હાલ થયા છે તેનો સૌને ખ્યાલ છે. કટોકટી લાદનારને પ્રજાએ પાઠ ભણાવી લોકશાહીની રક્ષા કરી જ છે. એટલે ભારતમાં રહીને ભારતના નિયમોનું પાલન કરવાની ટેવ પણ લાગતા વળગતા સૌએ પાડવી પડશે.

himmat thhakar ભારતના નકશા સાથે ચેડાં કરનારાને સજા હોય - માફી નહિ

આમા ટ્‌વીટર પણ આવી જાય છે. છેલ્લા થોડા સમયથી ટ્‌વીટર અને સરકાર વચ્ચે લાંબા સમયથી જંગ ચાલે છે. વાત કોર્ટ સુધી પહોંચી ગયેલી છે. સરકારના આઈ.ટી. મંત્રાલયના નવા નિયમો બાબતમાં વિવાદ ચાલું છે તેમાં પડવું નથી. તેમાં કાયદો કાયદાનું અને ભારતનું મજબૂત અને તટસ્થ ન્યાયતંત્ર તેનું કામ કરશે જ તેમાં કોઈ શંકા નથી. પરંતુ આમા વાત બીજી છે. સોશિયલ મિડિયા સાઈટ તરીકે જેના નોંધપાત્ર પ્રમાણમાં યુઝર્સ છે તેવા ટ્‌વીટરે સોમવારે ટ્‌વીટર પર તા. ૨૮મી જૂને સવારે ફોટો મૂક્યો હતો જેમાં ભારતનો નકશો હતો.  તેમાં ભારતના જ એક ભાગ જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ દેશ તરીકે દર્શાવાયા હતા. આ નકશો ટ્‌વીટરે વાયરલ કર્યો કે તરત જ થોડી મિનીટોમાં એક યુઝર્સે આની સામે અવાજ ઉઠાવ્યો. જાેતજાેતામાં તો અસંખ્ય યુઝર્સ મેદાનમાં આવ્યા. આકરી ટીકા કરી અને કડક પગલાંની માગણી કરી. કેન્દ્રના આઈ.ટી. મંત્રાલયે પણ કડક પગલાંની તૈયારી કરી તેવા અહેવાલો પણ સોશ્યલ મીડિયા પર વહેતા થયાં. આવી હરકત કરનારાના સંચાલકોને જેલ, મોટો દંડ અને તેમની પ્રવૃત્તિ પર પ્રતિબંધ પણ ફરમાવી શકાય છે.

tweeter ભારતના નકશા સાથે ચેડાં કરનારાને સજા હોય - માફી નહિ
આખરે પગ નીચે રેલો આવતા ટ્‌વીટર સમજ્યું કે પછી તેને સમજાવવાની પરજ પડી. ભારતના યુઝર્સોના દબાણનું આ પરિણામ હતું. રાષ્ટ્રની એકતા પ્રેમી નાગરિકોએ બતાવેલી જાગૃતિનું આ રીઝલ્ટ હતું અને ટ્‌વીટરે સાંજના પાંચ વાગ્યા બાદ નકશો હટાવી લીધો. અથવા તો આપણે વોટ્‌સઅપ પર ઘણીવાર મેસેજ મૂકી ડિલીટ કરીએ છીએ તેમ ટ્‌વીટર પરથી નકશો ડિલીટ કર્યો પણ પાંચ-છ કલાક કરતાં વધુ સમય સુધી આ નકશો વાયરલ થતો રહ્યો તેનું શું ? ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનને આડકતરી રીતે મદદ કરનારી ઘટના કોના ઈશારે બની હતી ? આ બધી બાબત તપાસનો વિષય છે. ટ્‌વીટર માફી માગીને છટકી જવા પ્રયાસ કરશે પણ તેનું આ કૃત્ય (કે કુકૃત્ય) જરાય માફીને લાયક નથી. તેના પર ભલે પ્રતિબંધ ન મૂકો પણ તેના સંચાલકો સામે જેલ કે દંડ સહિતની જે કાનૂની કાર્યવાહી છે તે થવી જજાેઈએ.

tweeter 1 ભારતના નકશા સાથે ચેડાં કરનારાને સજા હોય - માફી નહિ
ટ્‌વીટર આ સાત મહિનામાં બીજું કુકૃત્ય છે. ભૂલ ન કહેવાય. સોરી કહીને છટકી જવાય તેવો આ ગુનો હરગીઝ નથી. ૧૨મી નવેમ્બર ૨૦૨૦ના રોજ પણ ટ્‌વીટરે લડાખને ચીનનો ભાગ દર્શાવતો નકશો પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારે પણ સરકારે કડક કાર્યવાહીની ચીમકી આપ્યા બાદ ટ્‌વીટરે લેખિતમાં માફી પણ માગી હતી. ટિ્‌વટરે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ભૂલ નહિ થાય છતાં આ ભૂલ થઈ છે તે હકિકત છે. વાસ્તવિકતા છે.

tweeter 2 ભારતના નકશા સાથે ચેડાં કરનારાને સજા હોય - માફી નહિ

આમ છતાં સાત મહિનામાં બીજી વખત ભારતીય નકશા સાથે ચેડાં કર્યા છે. તેની લેકિત માફી માત્રને માત્ર કાગળ પર જ રહી ગઈ છે.
ટ્‌વીટર અને સરકાર વચ્ચે લાંબો વિવાદ છે તે વાત સાચી પરંતુ આ રીતે તેનો વિરોધ ન કરાય. ભારતના નકશા સાથે ચેડાં કરવાના કૃત્ય કરનારા સામે ચેડાં ચલાવી ન લેવાય તેવો ગુનો છે. એકવાર તો ટ્‌વીટરે લાફો મારીને સોરી કહેવા જેવો વિદેશી ખેલ કર્યો છે. બીજીવાર ભારે વિરોધ બાદ નકશાને હટાવ્યો પણ મંગળવાર સુધી માફી પણ માગી નથી. હવે તો તેની સામે કાર્યવાહી થવી જ જાેઈએ. નેપાળે ભારતના વિસ્તારોને પોતાના વિસ્તારો ગણાવતો નકશો પ્રસિદ્ધ કર્યા છતાં આપણે માત્ર વિરોધ દર્શાવી બેસી રહ્યા. ભગવાન રામ નેપાળમાં જન્મ્યા હતા તેવી વાહિયાત વાત કરી છતાં આપણે પૂરતો વિરોધ પણ ન કરી શક્યા. સાધુ સંતોએ પોતાની ફરજ બજાવી પણ સત્તાવાર વર્તૂળો કે ભગવાન રામના નામે રાજકારણ ખેલતા કોઈ નેતા કે તેના ભક્તો એક શબ્દ પણ બોલ્યા નથી.

જૂનાગઢને પોતાનો ભાગ ગણાવતો નકશો પાકિસ્તાને પ્રસિદ્ધ કર્યો ત્યારે આપણે માત્ર વિરોધ દર્શાવી સંતોષ માન્યો હતો. ચીને અરૂણાચલના કેટલાક વિસ્તારોને પોતાના ગણાવી તેનું ચીની નામકરણ થયાનો બનાવ બન્યો ત્યારે પણ આપણી સરકાર અને નેતાગીરી વાંઝિયો વિરોધ દર્શાવી બેસી રહી છે. બીજી કોઈ કામગીરી કે કાર્યવાહી કરી નથી. હવે ભારતમં જેના મોટી સંખ્યામાં યુઝર્સ છે તેવી આ સંસ્થા જાે આવો નકશા સાથે ચેડાં કરવાનો ખેલ બીજીવાર પાડે અને સરકાર તેને કોઈપણ કાર્યવાહી વગર કહેવાતું ‘સોરી’ માન્ય રાખીને જવા દેશે તો તેને કોઈ સંજાેગોમાં રાષ્ટ્રવાદી કૃત્ય કહી શકાશે નહિ. કહી શકાય પણ નહિ. આ બાબત પણ સમજવા જેવી છે. ટ્‌વીટરનું આ બીજું કુકૃત્ય છે. તેની પહેલી ભૂલ ભલે સરકારે માફ કરી છે પરંતુ ભારતના નકશા સાથે ચેડાં કરવાનું કૃત્ય એ ભારતની અખંડીતતાને – અસ્તિત્વને જાેખમમાં મૂકવાનું કૃત્ય છે. ભારતને કાગળ પર ખંડિત કરવાનું આવું પાપ કરનાર ટ્‌વીટર હોય કે કોઈ પણ હોય તેને ક્યારેય માફ ન કરી શકાય.—–