Recipe/ સ્મૉકી ફ્લેવર ખીચડી ખાધી છે ખરી ક્યારેય? વરસાદી માહોલમાં ખાવાની પડે છે ડબલ મજા

આ ખીચડીને લસણ વાળી કઢી ,ગુંદા, અથાણું અને પાપડ સાથે સર્વ કરી શકાય છે.

Food Lifestyle
Khichadi સ્મૉકી ફ્લેવર ખીચડી ખાધી છે ખરી ક્યારેય? વરસાદી માહોલમાં ખાવાની પડે છે ડબલ મજા

♦️ ખીચડી બનાવવા માટેની સામગ્રી :  ♦️

૧ બાઉલ કૃષ્ણ કમોડ ચોખા
૧ બાઉલ ફોતરા વાળી મગની દાળ
૧ બાઉલ સોયા ચંક્સ
૧ ચમચી જીરું
૧૦ કળી કાપેલું લસણ
૧ ઝીણો સમારેલો આદુ નો ટુકડો
૩ નંગ કાપેલા લીલા મરચા
૧ ચમચી હળદર
૧ ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
થોડા લવિંગ
થોડા મરી
૧ બાદીયું
૨ ચમચી ઘી
૧ ચમચી તેલ
મીઠા લીમડાના પાન
૨ નંગ સૂકાં લાલ મરચા

ખીચડી બનાવવા માટેની રીત:
પહેલા ચોખા અને છોડાં વાળી મુંગદાલ ને સારી રીતે ધોઈ લેવા.
સોયા ચંક્સને ૨ વાર પાણી થી ધોઈ ૧૦ મિનિટ પલાળી રાખો.પછી તેને ઝીણા સમારી લેવા.
એક પેન માં ઘી અને તેલ લેવું.
તેમાં જીરું,લવિંગ ,મરી, બાદીયું એડ કરવા.
હવે સમારેલું લસણ , આદુ ,લીલા મરચા ,લીમડો એડ કરવા.
હવે તેમાં હળદર એડ કરવી
હવે તેમાં ચોખા અને મૂંગદાળ એડ કરવા .
૨ મિનિટ જેવું સાંતળવા દેવું.
પછી જરૂર મુજબ પાણી અને સોયા ચંક્સ એડ કરવું.
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ઉકાળવા દેવું.હવે ગરમ મસાલો એડ કરી ને હલાવી ને ઢાંકણ બંધ કરી slow flame પર થવા દેવું
૧૦ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.
ખીચડી થઈ ગયા બાદ ઢાંકણ ખોલી ઉપર થી લીલા ધાણા અને ૧ ચમચી પાવભાજી મસાલો ભભરાવો.
આ ખીચડીને લસણ વાળી કઢી ,ગુંદા, અથાણું અને પાપડ સાથે સર્વ કરી શકાય છે.

ખીચડી સર્વ કરવાના સમયે પર ખીચડી ઉપર ગરમ કોઈલ મૂકી, તેના પર ઘી નાખીને ઢાંકણું બંધ કરી SMOKY FLAVOUR બનાવવાથી આ ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.