Not Set/ શિયાળામાં રોજ સેવન કરો ચ્યવનપ્રાશનું,આ 10 ફાયદા તો ચોક્કસ થશે

અમદાવાદ, શિયાળો બરાબર જામ્યો છે ત્યારે આ ઠંડી ઠંડી ઋતુમાં ચ્યવનપ્રાશનું સેવન કરાય તો આખું વર્ષ મસ્ત જાય.અભ્યાસ એવું કહે છે કે  આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. ચ્યવનપ્રાશ 49 જડીબુટ્ટીઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ સિવાય તેમાં […]

Health & Fitness Lifestyle
ssp શિયાળામાં રોજ સેવન કરો ચ્યવનપ્રાશનું,આ 10 ફાયદા તો ચોક્કસ થશે

અમદાવાદ,

શિયાળો બરાબર જામ્યો છે ત્યારે આ ઠંડી ઠંડી ઋતુમાં ચ્યવનપ્રાશનું સેવન કરાય તો આખું વર્ષ મસ્ત જાય.અભ્યાસ એવું કહે છે કે  આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. ચ્યવનપ્રાશ 49 જડીબુટ્ટીઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ સિવાય તેમાં સોનું અને ચાંદી પણ મિક્ષ કરવામાં આવે છે.

ચ્યવનપ્રાશના ભરપૂર લાભ મેળવવા હોય તો તેને સતત 100 દિવસ સુધી સવાર-સાંજ એક-એક ચમચી લેવું જોઈએ. જેમાં સવારે બ્રેકફાસ્ટ કર્યાના 20 મિનિટ પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અને રાતે સૂતાના 20 મિનિટ પહેલાં લેવું.

ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.

ચહેરા પરની કરચલીઓ, રેખાઓ અને સફેદ વાળ આ બધી વસ્તુઓ ઘડપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વ્યક્તિને હમેશાં જવાન રાખવામાં અને ઘડપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદ છે જે તમારી યુવાની ટકાવી રાખે છે.

અહીં અમે તમને ચ્યવનપ્રાશના ફાયદાઓ વિશે જણાવીએ છીએ…

1.જો તમને તણાવ રહેતો હોય ચ્યવનપ્રાશ ખાવાથી આ સમસ્યા દૂર થશે. તેમાં રહેલાં હર્બ્સ માઈન્ડને રિલેક્સ રાખવામાં મદદ કરે છે.

2.ચ્યવનપ્રાશ ખાવાથી બાળકો અને મોટાઓ બધાંની મેમરી શાર્પ થાય છે અને બ્રેન ફંક્શન સુધરે છે. તેમાં રહેલાં હર્બ્સ બ્રેનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

3.ચ્યવનપ્રાશમાં રહેલાં પાવરફુલ હર્બ્સ બોડીને ભરપૂર એનર્જી આપે છે અને થાકને પણ દૂર રાખે છે.

4.ચ્યવનપ્રાશ વજન ઉતારવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલાં હર્બ્સ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે.

5.આયુર્વેદ મુજબ ચ્યવનપ્રાશ ખાવાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે અને હાર્ટ સંબંધી રોગો થવાનો ખતરો પણ ઘટે છે.

6.ચ્યવનપ્રાશ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડપ્રેશર પણ નોર્મલ રહે છે.

7.રેગ્યુલર ચ્યવનપ્રાશ ખાવાથી નખ અને વાળ પણ હેલ્ધી રહે છે.

8.યૂરિન ઈન્ફેક્શનની સમસ્યામાં ચ્યવનપ્રાશ ખાવાથી લાભ થાય છે.

9.ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સ લાઈફને હમેશાં જીવંત અને સ્વાસ્થ્યને અડીખમ રાખે છે. તેનું નિયમિત સેવન સેક્સ લાઈફમાં સુધારો કરે છે.

10.જો તમને દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત -સેવનથી તમે કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો.