Not Set/ મતભેદો ભુલાવવા પંજાબના CM અને આ નેતા મળશે ફરીથી, મુખ્યમંત્રીએ આપ્યું લંચનું આમંત્રણ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે પૂર્વ રાજ્યમંત્રી નવજોત સિંહ સિદ્ધુને લંચ માટે આમંત્રણ આપ્યું છે. બંને નેતાઓ ચંદીગઢ નજીક અમરિંદર સિંહના ફાર્મ હાઉસમાં મળશે.

Top Stories India
A 171 મતભેદો ભુલાવવા પંજાબના CM અને આ નેતા મળશે ફરીથી, મુખ્યમંત્રીએ આપ્યું લંચનું આમંત્રણ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે પૂર્વ રાજ્યમંત્રી નવજોત સિંહ સિદ્ધુને લંચ માટે આમંત્રણ આપ્યું છે. બંને નેતાઓ ચંદીગઢ નજીક અમરિંદર સિંહના ફાર્મ હાઉસમાં મળશે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુને ફરી એકવાર મંત્રીમંડળમાં શામેલ કરી શકાય છે. કોંગ્રેસના મહાસચિવ અને પંજાબના પ્રભારી હરીશ રાવતે ગયા અઠવાડિયે બંને નેતાઓને મળ્યા હતા અને “સકારાત્મક પરિણામો” ની આશા વ્યક્ત કરી હતી.

 મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ અને તેમના પૂર્વ કેબિનેટ સહયોગી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા 4 મહિનામાં બપોરના ભોજન પર આ બીજી બેઠક હશે. આ અગાઉ બંને નેતાઓની 25 મી નવેમ્બરના રોજ બપોરના ભોજન પર બેઠક થઈ હતી. લાંબા સમયથી બંને નેતાઓ વચ્ચે થોડી કડવાશ છે. મે 2019 માં, મુખ્યમંત્રીએ સિદ્ધુ પર સ્થાનિક સરકારી વિભાગનો “યોગ્ય રીતે સંચાલન” ન કરવાનો આરોપ લગાવ્યો હતો, એવો દાવો કર્યો હતો કે તેમના કારણે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં “ખરાબ પ્રદર્શન” કરું છે.

આ પણ વાંચો :  ઈતિહાસમાં 16 માર્ચ નો દિવસ કેમ છે ખાસ

આ આક્ષેપ બાદ બંને નેતાઓના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. કેબિનેટ ફેરબદલ દરમિયાન, સિદ્ધુ પાસેથી મહત્વપૂર્ણ વિભાગ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ કોંગ્રેસની તમામ પ્રવૃત્તિઓથી દૂર થયા હતા. નવજોત સિંહ સિદ્ધુ ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. આ પછી પાર્ટીમાં સિદ્ધુની સક્રિય ભૂમિકા વિશે ચર્ચા થઈ હતી.

સોનિયા ગાંધી સિદ્ધુ સાથેની બેઠક દરમિયાન પાર્ટીના સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ અને રાજ્ય પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. એવી અટકળો છે કે સિદ્ધુ ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળમાં જોડાવા માટે વિચારણા કરી રહ્યા છે. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા પાર્ટી બંને નેતાઓ વચ્ચેની કડવાશને સમાપ્ત કરવા માગે છે.

આ પણ વાંચો : ઝોમેટો કેસમાં હવે વીડિયો બનાવનારી મહિલા સામે થઈ FIR