ગંભીર આક્ષેપ/ પંજાબના મુખ્યમંત્રીએ પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતુંઃહિમંતા બિસ્વા શર્મા

પંજાબમાં ભાજપના નેતાઓ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિના મામલાને લઈને રોજેરોજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હવે આ મામલાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ પર ઘણા આરોપો લગાવ્યા છે

Top Stories India
10 9 પંજાબના મુખ્યમંત્રીએ પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતુંઃહિમંતા બિસ્વા શર્મા

પંજાબમાં ભાજપના નેતાઓ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિના મામલાને લઈને રોજેરોજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હવે આ મામલાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ પર ઘણા આરોપો લગાવ્યા છે. તેણે મોટો આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રીએ પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

પંજાબના સીએમની ધરપકડની માંગ

હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાજ્યના મુખ્યમંત્રીએ ‘સિક્યોરિટી લેપ્સ’ દ્વારા વડાપ્રધાનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સરમાએ માંગ કરી છે કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને આ કથિત ષડયંત્રમાં તેમની ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવે.

પોલીસ પાસે બાતમી રિપોર્ટ – શર્મામા વિશે માહિતી હતી

ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શર્માએ આરોપ લગાવ્યો, “તમામ પુરાવા એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ અને પંજાબના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.” આસામના મુખ્ય પ્રધાન પંજાબમાં એક ટીવી ચેનલના કથિત સ્ટિંગનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાંની પોલીસ પાસે 2 જાન્યુઆરીએ વડા પ્રધાનની હત્યાના પ્રયાસ અંગે ગુપ્તચર અહેવાલો હતા.

શર્માએ એવો પણ દાવો કર્યો હતો કે ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ આપેલા નિવેદનો દર્શાવે છે કે તેઓ “ષડયંત્ર”થી વાકેફ હતા. તેમના પંજાબ પ્રવાસ દરમિયાન, મોદીનો કાફલો 15-20 મિનિટ માટે ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો કારણ કે કેટલાક વિરોધીઓ દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડા પ્રધાનની સુરક્ષામાં “ગંભીર” ક્ષતિ ગણાવી હતી.