Election Result/ આપની સુનામીમાં કેપ્ટન પણ રગદોળાયા : કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલા શહેરી બેઠક બચાવી શક્યા નહીં

પંજાબના કેપ્ટન કહેવાતા અમરિંદર સિંહને પટિયાલા વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. આ એક મોટો વળાંક છે કારણ કે કેપ્ટન અમરિંદર સિંહ એક સમયે પંજાબના રાજકારણના કેન્દ્રબિંદુ હતા.

Top Stories India
કેપ્ટન અમરિંદર
  • પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહને ઝટકો
  • આપના અજીતપાલ સિંહે આપી હાર
  • આપની સુનામીમાં કેપ્ટન પણ રગદોળાયા
  • પંજાબના પૂર્વ સીએમ છે અમરિંદરસિંહ
  • કોંગ્રેસ સાથે છેડો ફાડી બનાવી હતી નવી પાર્ટી

2022ની પંજાબ ચૂંટણીમાં કેપ્ટન અમરિંદર સિંહને પટિયાલા અર્બન સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટનની ખુરશી છીનવાઈ ગઈ છે.  તેમનું રાજકીય અસ્તિત્વ દાવ પર છે. મેદાન-એ-જંગના ‘કમાન્ડર’, ‘કેપ્ટન’ આ સમયે નાના મોરચે પોતાનો રાજકીય કિલ્લો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કેપ્ટનની સ્થિતિ છે. પરંતુ ગત વિધાનસભામાં સત્તાના કેન્દ્રમાં રહેલા કેપ્ટન આજે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને 37 બેઠકો પર ચૂંટણી લડીને પોતાની બેઠક બચાવી શક્યા ન હતા. માત્ર 150 દિવસમાં કેપ્ટનના જીવનમાં ઘણું બદલાઈ ગયું.

1942માં જન્મેલા કેપ્ટન અમરિંદર સિંહના પિતા પટિયાલા રજવાડાના છેલ્લા મહારાજા હતા. 1963 થી 1966 સુધી, કેપ્ટને શીખ રેજિમેન્ટમાં સેવા આપી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની નજીક હતા, રાજીવ ગાંધી તેમને 1980માં રાજકારણમાં લાવ્યા હતા. સાંસદ બન્યા, પરંતુ ઓપરેશન બ્લુ સ્ટારના વિરોધમાં કોંગ્રેસ છોડી દીધી.

ત્યારબાદ કેપ્ટન શિરોમણી અકાલી દળમાં જોડાયા. તલવંડી સાબોથી જીત્યા હતા. પંજાબમાં પહેલીવાર મંત્રી બન્યા. પરંતુ અહીં પણ તે લાંબા સમય સુધી ટ્રેક પર ન રહ્યા. 1992માં તેમણે અકાલી દળ છોડીને પોતાની પાર્ટી બનાવી. 1998માં તેઓ પોતે પણ પોતાની સીટ હારી ગયા હતા. બાદમાં તેમની પાર્ટીને કોંગ્રેસમાં ભેળવી દીધી.

હવે 18 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ, કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ બનાવી, કેપ્ટન અમરિંદર પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડતા લડતા હારી ગયા. હવે જોવાનું એ રહે છે કે કેપ્ટન પંજાબની રાજનીતિમાં પોતાને કેવી રીતે સ્થાપિત કરે છે.

કેપ્ટનની હારના 5 મુખ્ય કારણો

પંજાબ ચૂંટણી 2022માં પટિયાલા અર્બન હવે AAP ઉમેદવાર અજીત પાલ સિંહના કબજામાં આવી ગયું છે. અજિતે કોંગ્રેસના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહને હરાવ્યા હતા, જેમણે 2017માં રેકોર્ડ 50 હજાર મતોથી જીત મેળવી હતી. પહેલીવાર ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના અજીત પાલે તેમને 13 હજાર મતોથી હરાવ્યા હતા. પટિયાલા અર્બનમાંથી કેપ્ટન હારવાના 5 મુખ્ય કારણો

1 – સામાન્ય માણસ  તો દૂર પણ તેમણે પોતાના ધારાસભ્ય પણ મળી શકતા ના હતા. તે સતત પોતાના મહેલ કે ફાર્મ હાઉસમાં રહેતા હતા.  ત્યાંથી તેઓ સરકાર ચલાવતા રહ્યા. જેના કારણે તેમનો ભારે વિરોધ થયો હતો.

2 – કોંગ્રેસના સીએમ પદેથી હટાવવામાં આવેલા તેમના માટે પણ આ એક આંચકો હતો. કારણ કે જે રીતે તેમને હટાવવામાં આવ્યા તેનાથી મતદારોમાં તેમની છબી નબળી પડી. આના કારણે મતદારો પણ કેપ્ટન વિરુદ્ધ થઈ ગયા.

3- ભાજપ સાથેગયા પછી પણ તેમનો વિરોધ થઈ રહ્યો હતો. કારણ કે પટિયાલામાં ખેડૂત આંદોલનની ઘણી અસર થઈ છે. જ્યારે કેપ્ટન ભાજપ સાથે ગયા તો મતદારો વિરોધમાં આવ્યા.

4- તબિયત ખરાબ હતી, જોરશોરથી ઝુંબેશ ચલાવી ન શક્યા. કેપ્ટનની તબિયત બગડી રહી છે. તેઓ પોતાનો ચૂંટણી પ્રચાર ખૂબ જોરશોરથી ચલાવી શક્યા ન હતા. આ અભિયાનની કમાન્ડ તેમની પુત્રી દ્વારા કરવામાં આવી હતી. આ પણ એક કારણ હતું કે તે મતદારોને પોતાના પક્ષમાં ન ઉમેરી શક્યા.

5 – સત્તા વિરોધી લહેર જ્યારે કોંગ્રેસમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સામે સત્તા વિરોધી લહેર હતી. જો કે બાદમાં તેમને સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મતદારોમાં જે સત્તા વિરોધી લહેર ઉભી કરી રહ્યા હતા તેને તેઓ ખતમ કરી શક્યા નથી.

Election Result / ‘આપ’ની  આંધીમાં બધા ઊડ્યાં… પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતના આ છે કારણો

Election Result / અરવિંદ કેજરીવાલ ભાજપ માટે મોટો પડકાર, AAP કોંગ્રેસનું સ્થાન લેશે : રાઘવ ચઢ્ઢા